બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Vaccination started in all urban health centers of Ahmedabad from today

રસીકરણ / આજથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ, મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ કરાયા પ્રોવાઇડ

Malay

Last Updated: 09:17 AM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ, સરકાર તરફથી આપવામાં આવ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો.

  • અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
  • આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં અપાશે વેક્સિન 
  • 18 હજાર ડોઝ કોવિશિલ્ડ અને 25 હજાર ડોઝ કો-વેક્સિનના અપાયા 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાને લઈ ગાઇડલાઇનનો અમલીકરણ કરાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતર્કતા દાખવામાં આવી રહી છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્સિર સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે. 

Danger of heart attack and death due to corona vaccine, expert's claim created a sensation in the world

અમદાવાદમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. 

Topic | VTV Gujarati

રાજ્ય સરકાર પાસે કરાઈ હતી માંગ
નોંધનીય છે કે, વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી.

Shortage of vaccine in the state amid possible corona threat


 
રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કરી હતી વેક્સિનની માંગ
રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. રાજ્ય સરકારે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે.

વેક્સિનના બગાડ અંગે કરી હતી સ્પષ્ટતા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડોઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વાયલમાંથી 10 ડોઝ આપવામાં આવે છે અને પ્રથમ ડોઝ લીધા બાદ 4 કલાકમાં તમામ ડોઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડોઝ બગડ્યો ન કહેવાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ