બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Uttar Pradesh Noida Boundary wall collapsed of Jal Vayu Vihar society in Sector 21

BREAKING / ઉત્તરપ્રદેશના નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોનાં મોત, અનેક લોકો દટાયાની આશંકા

Dhruv

Last Updated: 11:59 AM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના નોઈડામાં મોટી દુર્ઘટના ઘટી છે. નોઇડાના સેક્ટર-21ના જળવાયુ વિહારમાં દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોના મોત નિપજ્યાં જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

  • ઉત્તરપ્રદેશના નોઈડાના સેક્ટર-21માં ઘટી મોટી દુર્ઘટના
  • નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોના મોત
  • મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ: DM

નોઇડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકો મૃત્યુ પામ્યા છે જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે ત્યારે અત્યાર સુધીમાં કાટમાળની નીચે દટાયેલા 12 લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે. 

આ દુર્ઘટનામાં પોલીસ પ્રશાસનની સાથે-સાથે સ્થાનીય લોકો પણ રેસ્ક્યુમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના નોઇડાના સેક્ટર-21ની જળવાયુ વિહાર સોસાયટીની છે.

મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ: કલેક્ટર

આ મામલે કલેક્ટરનું સુહાસ એલ.વાયનું કહેવું છે કે, 'હાલ બચાવ કામગીરી ચાલી રહી છે તેમજ ઘાયલ લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે. તમામ ટીમો અહીં હાજર છે.' વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, 'નોઈડા ઓથોરિટીએ સેકન્ડ 21માં જલ વાયુ વિહાર પાસે ડ્રેનેજ રિપેરિંગ કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અમને એમ કહેવામાં આવ્યું કે જ્યારે મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ. આથી, તેની તપાસ કરવામાં આવશે.'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો

નોઇડામાં દીવાલ ધરાશાયી થવાની ઘટના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ સિનિયર અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવાનાં આદેશો આપ્યા છે.

દુર્ઘટનામાં 4 લોકોનાં મોત અને 9 ઇજાગ્રસ્ત

તમને વધુમાં જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ NDRF અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ