આલિયાએ પોતાના એરપોર્ટ લુક માટે ઓફ ડીપ નેક વ્હાઈટ ક્રોપ ટોપની સાથે ફ્લેયર્ડ પેન્ટ્સ અને Gucciના ઓવરસાઈઝ જેકેટ પહેર્યું છે.
આલિયાનો એરપોર્ટ લુક વાયરલ
લોકો કરી રહ્યા છે ટ્રોલ
લોકોએ ગણાવી દીપિકાની કોપી
બોલિવુડ સેલેબ્સના એરપોર્ટ લુક્સ મોટાભાગે વાયરલ થતા રહેતા હોય છે. હાલમાં જ ન્યૂલી મેરિડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. એક્ટ્રેસના ડ્રેસ પહેરવા, હેરસ્ટાઈલ અને ચાલવાના અંદાજને જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
આલિયાએ પોતાના એરપોર્ટ લુક માટે ઓફ ડીપ નેક વ્હાઈટ ક્રોપ ટોપની સાથે ફ્લેયર્ડ પેન્ટ્સ અને Gucciનું ઓવરસાઈઝ જેકેટ પહેર્યું છે. આલિયા મોઢા પર માસ્ક, આંખો પર રાઉન્ડ ગ્લાસીઝ અને નીટ્લી બન શેપ હેરસ્ટાઈલમાં જોવા મળી રહી છે. એક વખતમાં તેને જોઈને કોઈ પણ દીપિકા જ સમજી બેસે. એવામાં યુઝર્સે પણ તેમના પર દીપિકાને કોપી કરવાના કમેન્ટ્સ કર્યા છે.
યુઝર્સે કર્યા આ કમેન્ટ્સ
એક યુઝરે લખ્યું- "સસ્તી દીપિકા". બીજા એક યુઝરે લખ્યું, "દીપિકાને કોપી કરી રહી છે ક્લીયરલી." અન્ય એક યુઝરે લખ્યું- "દીપિકા વાવ". 'દીપિકા કોપી', 'દીપિકા પાદુકોણનું સ્ટાઈલ ઓફ ક્લોદિંગ'. અમુક લોકોએ તો આલિયાના માસ્ક પર પણ ધ્યાન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર તેણે માસ્ક પણ ઉંઘુ પહેર્યું છે.
શુગર પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરીને ટ્રોલ થઈ આલિયા
ફેન્સના દિલ પર રાજ કરનાર બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ હેટર્સના નિશાના પર છે. આમ તો આલિયાને હંમેશા જ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ આલિયાના શુગર કન્ટેન્ટ પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવા પર ઘણા લોકો તેનાથી નારાજ થઈ રહ્યા છે. લોકોએ તેને કપિલના શોની યાદ અપાવી છે. જેમાં તેણે બ્લેક ટીમાં સુગર નાખવા બદલ હંગામો કર્યો હતો અને કહ્યું હતું કે શુગર બોડી માટે સારૂ નથી.