બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / US Army killed ISIS terrorist in Somalia in Laden's style

કાર્યવાહી / સોમાલિયામાં ISISના આતંકીને લાદેનની સ્ટાઈલમાં અમેરિકન સેનાએ કર્યો ઠાર, અન્ય 10ને પણ ઉડાવી દીધા

Priyakant

Last Updated: 04:59 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને માર્યો હતો તેવી જ રીતે અમેરિકન સેનાએ બિલાલ અલ-સુદાનીને મારી નાખ્યો

  • અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ISISના આતંકવાદીને મારી નાંખ્યો 
  • સેનાએ  આતંકવાદી બિલાલ અલ-સુદાનીને તેના 10 સાથીઓ સાથે મારી નાખ્યો
  • આફ્રિકામાં ISISને વિસ્તારવા મોટી યોજના બનાવી રહ્યો બિલાલ અલ-સુદાની

અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી બિલાલ અલ-સુદાનીને તેના 10 સાથીઓ સાથે મારી નાખ્યો છે. 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં જે રીતે અમેરિકી સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને માર્યો હતો તેવી જ રીતે અમેરિકન સેનાએ બિલાલ અલ-સુદાનીને મારી નાખ્યો હતો.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલાલ અલ-સુદાની સમગ્ર આફ્રિકામાં આઇએસઆઇએસને વિસ્તારવા અને અન્ય ગતિવિધિઓને અંજામ આપવા માટે એક મોટી યોજના બનાવી રહ્યો હતો. બુધવારે અમેરિકી સૈન્ય ઓપરેશને પર્વતીય ગુફા સંકુલની અંદર બિલાલ અલ-સુદાનીને નિશાન બનાવ્યો હતો. બિલાલ ગ્લોબલ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન માટે મોટો નાણાકીય સહાયક હતો.

પ્રતિકાત્મક તસવીર 

યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને જણાવ્યું હતું કે, આ ઓપરેશન યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશોને વધુ સુરક્ષિત બનાવે છે, અને તે અમેરિકનોને દેશ અને વિદેશમાં આતંકવાદના ખતરાથી બચાવવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. લોયડે જણાવ્યું કે આ મિશન મહિનાઓના આયોજન બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેનને ગયા અઠવાડિયે જ આ મિશન વિશે જાણ કરવામાં આવી હતી. ઓસ્ટિન અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ આર્મી જનરલની ભલામણને પગલે બિડેને આ અઠવાડિયે ઓપરેશન માટે અંતિમ મંજૂરી આપી હતી.

પ્રતિકાત્મક તસવીર 

ઓસ્ટિને જણાવ્યું હતું કે અલ-સુદાની વર્ષોથી અમેરિકી ગુપ્તચર અધિકારીઓના રડાર પર છે. તેણે આફ્રિકામાં આઇએસઆઇએસની કામગીરી તેમજ અફઘાનિસ્તાનમાં કાર્યરત આઇએસઆઇએસ-કે આતંકવાદી શાખાને ભંડોળ પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગયા વર્ષે આરોપ મૂક્યો હતો કે અલ-સુદાનીએ અન્ય આઇએસ ઓપરેટિવ, અબ્દુલ્લાહ હુસૈન અબાદિગા સાથે નજીકથી કામ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ