બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Uproar in United Way Garba Ground on the second day of Navratri

ખેલૈયાઓ લાલઘુમ / બીજા નોરતે પણ યુનાઈટેડ-વેમાં લોકોનો ભયંકર હોબાળો, અતુલ પુરોહિતે મંચ પરથી આપવી પડી ગેરંટી

Malay

Last Updated: 10:59 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના બીજા દિવસે પણ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં પગમાં કાંકરા વાગતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો, ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા અધવચ્ચેથી બંધ કરવાનો વારો આવ્યો હતો. જોકે, ખુદ અતુલ પુરોહિતે બાંહેધરી આપતા મામલો ઠાળે પડ્યો હતો.

  • યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં બીજા દિવસે પણ હોબાળો
  • બીજા દિવસે પણ પગમાં કાંકરા વાગતાં ગરબા રમવાનો ઉત્સાહ ઓસરી ગયો  
  • અધવચ્ચેથી ગરબા કરવા પડ્યા બંધ, રિફંડના લાગ્યા નારા 

આદ્યશક્તિ મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે, કોરોનાના બે વર્ષ બાદ આ વખતે કોઈ રોકટોક વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં બીજા નોરતે પણ ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. તો કોઈ તોફાની તત્વોએ અતુલ પુરોહિતને પથ્થર માર્યો હતો.

સતત બીજા દિવસે ખેલૈયાઓએ મચાવ્યો હોબાળો
વાત જાણે એવી છે કે, આ વખતે શહેરના અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રીના બીજા દિવસે પણ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. બીજા નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ગ્રાઉન્ડમાં ઉમંગભેર ગરબા રમવા આવેલા ખેલૈયાઓ ભારે રોષ જોવા મળતા અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. 

અધવચ્ચેથી ગરબા બંધ કરવાનો આવ્યો વારો
ગ્રાઉન્ડમાં પથ્થર મુદ્દે સતત બીજા દિવસે હોબાળો થતાં ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા અધવચ્ચેથી બંધ કરવાનો વારો આવ્યો હતો. ખેલૈયાઓ સ્ટેજ પાસે એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેથી માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.

અતુલ પુરોહિતે કહ્યું- કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરુ કરું
તો બીજી બાજુ ગાયક અતુલ પુરોહિતે પોતે સ્ટેજ પર દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'પહેલીવાર એવું થયું કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ પથ્થર મારા માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.' તો આયોજકોએ જેમને પણ રિફંડ જોઇતું હોય તે આવતી કાલે આવીને લઈ જઈ શકે છે તેવું જણાવ્યું હતું. 

 

પહેલા દિવસે પથ્થર-પથ્થરના કર્યા હતા સૂત્રોચ્ચાર
આપને જણાવી દઈએ કે, પ્રથમ નોરતે પણ વડોદરાના યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓ લાલઘુમ થઈ ગયા હતા. ગરબા મેદાન પર પગમાં પથ્થર વાગતા ખેલૈયાઓ સરખી રીતે ગરબાનો આનંદ માણી શક્યા નહોતા. મોંઘા ભાવના પાસ લીધા બાદ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. ગરબાના મેદાનમાં ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ