બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / upleta double murder case, Police arrested the father

રાજકોટ / શરમજનક ઘટના! ઉપલેટામાં સગા બાપે દીકરીની જાહેરમાં ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ, જાણો સમગ્ર મામલો

ParthB

Last Updated: 04:10 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ઉપલેટામાં ઓનર કિલિંગની ઘટનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ફરાર આરોપી પિતા-ભાઈમાંથી પિતાની અટકાયત કરી છે.

  • ઉપલેટા ઓનર કિલિંગ કેસમાં પોલીસની કાર્યવાહી
  • ફરાર પિતા-ભાઈમાંથી પિતાની અટકાયત
  • જાહેરમાં યુવતી અને તેના પતિની હત્યા કરી હતી

ઉપલેટામાં ઓનર કિલિંગ બાદ પોલીસની કાર્યવાહી

રાજ્યમાં  સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. ત્યારે ગત રોજ રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસ એક્શનમાં આવી છે. અને યુવતીના પિતા સોમનજી સિંગરખિરયાની ઉપલેટા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હત્યાનો મુખ્ય આરોપી સુનિલ સિંગરખિયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

યુવતીના પિતાની કરાઈ ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટના ઉપલેટામાં કુંભરવાડાના નાકે ડબલ મર્ડરની ઘટના બની. કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઝીંકીને  હુમલાખોરો  ફરાર થઇ ગયા.બંને યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ  છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી.  હાલમાં મૃતદેહો કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા કરનાર શખ્સ બીજુ કોઇ નહી પરંતુ યુવતીનો ભાઇ જ હતો. ઘટનાની અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગી ગયાં હતાં. 

ફરાર ભાઈની શોધખોળ યથાવત

જે બાદ ઉપલેટા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી.આજે પોલીસે યુવતીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, યુવતીના પિતા અને ભાઈએ જ કરી હતી યુવતી અને તેના પતિની હત્યા કરી છે.  પોલીસ હાલ ફરાર ભાઈની શોધખોળ વધુ તેજ બનાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ