બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / up police seized accused of cow smuggling muzaffar 5 crore plots in prayagraj

કાર્યવાહી / માફિયાઓ વિરુદ્ધ યોગી સરકારની લાલ આંખ, પ્રયાગરાજમાં ગૌ તસ્કરી કરનાર ગેંગસ્ટરની કરોડોની સંપત્તિ જપ્ત

Dhruv

Last Updated: 10:41 AM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં ફરી વાર યોગી સરકારે આવતાની સાથે જ માફિયાઓ અને ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી.

  • UPમાં ફરી વાર યોગી સરકાર બનતા માફિયાઓ પર તવાઇ
  • ગૌ તસ્કરી કરનાર ગેંગસ્ટર મુઝફ્ફર પર પોલીસની મોટી કાર્યવાહી
  • મુઝફ્ફરની અંદાજે પાંચથી છ કરોડની સંપત્તિ પોલીસે જપ્ત કરી લીધી

યોગી સરકાર જ્યારથી યુપીમાં ફરી વાર સત્તામાં આવી છે ત્યારથી ગુનેગારો પર તવાઇ બોલાવી દીધી છે. સતત માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે સંગમ શહેર પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટી (SP) ની ટિકિટ પર નૈની જેલમાં રહીને બ્લોક ચીફની ચૂંટણી જીતનાર ગૌ તસ્કરી કરનાર ગેંગસ્ટર મુઝફ્ફર પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગેંગસ્ટર મુઝફ્ફરની લગભગ પાંચથી છ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

મુઝફ્ફરે ગૌહત્યા જેવાં ગુનાઓ દ્વારા કરોડોનું કાળું નાણું એકત્ર કર્યું

પ્રયાગરાજના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય કુમારે જણાવ્યું કે, મુઝફ્ફર પુરામુફ્તી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે. તેની સામે નવાબગંજ, કૌશામ્બી, ખાગા ફતેહપુર, પુરમુફ્તીમાં ગાયની તસ્કરી જેવાં ગંભીર આરોપોમાં વધારે કેસ નોંધાયેલા છે. તેના કાળા કારનામા તેની હિસ્ટ્રી શીટ નંબર 15B પર નોંધાયેલા છે. તેને ગૌહત્યા જેવાં ગુનાઓ દ્વારા કરોડોનું કાળું નાણું એકત્ર કર્યું છે. સરકારના આદેશ અનુસાર, ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ કલમ 14 (1) અંતર્ગત 05 ગેરકાયદેસર રીતે હાંસલ કરેલા પ્લોટ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે પાંચથી છ કરોડની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે.

માફિયાઓને આશ્રય આપનાર વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરાશે: ASP

એસએસપીએ કહ્યું કે, મુઝફ્ફરની અન્ય સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેને શોધીને તેના વિશે વધુ તપાસ હાથ ધરાશે. આ સાથે જ તેઓએ કહ્યું કે, જે કોઈ પણ ગુનાહિત માફિયાઓ છે તેની સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે. ગુનેગારો અને માફિયાઓને આશ્રય આપનાર અને તેની સાથે સંબંધ રાખનાર વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, ગાયની તસ્કરી કેસમાં 7 જુલાઈના રોજ મુઝફ્ફર સહિત 11 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી તે નૈની જેલમાં નજરકેદ છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર પોલીસે કાર્યવાહી કરતી વખતે તેના પાંચ પ્લોટ પણ જપ્ત કર્યા છે કે જેમાંથી ચાર પ્લોટમાં મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ