બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / UP Police leaves Sabarmati jail with gangster Atiq Ahmed

કાર્યવાહી / BIG BREAKING: ગેંગસ્ટર અતિક અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, ઉમેશ પાલ હત્યા કેસમાં મેળવ્યો કબજો

Dinesh

Last Updated: 06:19 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ પોલીસ અતિક અહેમદને અમદાવાદ સાબરમતી જેલમાંથી લઈ રવાના થઈ છે, ઉમેશ પાલના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અતિકનો કબજો મેળવ્યો હતો

  • ગેંગસ્ટર અતિક અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના
  • અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજ જવા રવાના
  • DCPના નેતૃત્વમાં 45 પોલીસકર્મીઓ અતિકને લઈ રવાના

 

ગેંગસ્ટર અતિક અહેમદને UP પોલીસ સાબરમતી જેલથી લઈ રવાના થઈ છે. તમને જણાવી દઈએ કે,  ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ આરોપી છે. અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો, જ્યારે અશરફ બરેલીની જેલમાં બંધ છે. ત્યારે આ કેસ મામલે ઉત્તર પ્રદેશની પોલીસ અમદાવાદ પહોંચી આવી હતી. અમદાવાદની સાબરમતી જેલથી અતિક અહેમદને UP લઈ જવા 45 પોલીસ જવાનોની ટીમ આવી હતી 

28 માર્ચના રોજ UP પોલીસ અતિકને કોર્ટમાં કરશે રજૂ
અતિક અહેમદને UP પોલીસ સાબરમતી જેલથી લઈ રવાના થઈ છે. તેને ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજ જવા માટે રવાના થઈ છે. DCPના નેતૃત્વમાં 45 પોલીસકર્મીઓ અતિકને લઈ રવાના થયાં છે. 28 માર્ચના રોજ UP પોલીસ અતિકને કોર્ટમાં રજૂ કરવાના છે. ઉમેશ પાલના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અતિકનો કબજો મેળવ્યો હતો. અતિકને 6 ગાડીઓના કાફલા સાથે બાય રોડ UP લઈ જવામાં આવી રહ્યો છે. જોકે, ગેંગસ્ટર અતિક સાબરમતી જેલમાંથી બહાર નીકળવા માંગતો ન હતો, તેને પોલીસ એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો હોવાથી આનાકાની કરી રહ્યો હતો. કોર્ટના આદેશ બાદ પણ અતિક ઉત્તરપ્રદેશ જવા માટે આનાકાની કરી રહ્યો હતો. 

પ્રયાગરાજની નૈની જેલમાં રખાશે: સૂત્ર
સૂત્રો પાપ્ત વિગતો મુજબ તેને પ્રયાગરાજની નૈની જેલમાં લઈ જવામાં આવશે. નૈની જેલમાં પોલીસ અધિકારીઓ અને જેલ તંત્રને પહેલાથી એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યાર જેલનો વહીવટી તંત્ર પણ પહેલેથી જ એલર્ટ થઈ ગયો છે. વિગતો છે કે, અતીક અહમદ માટે નૈની જેલનો એક બેરેક પણ ખાલી કરવામાં આવ્યો છે. માફિયા ડોન અતીક અહમદને જે બેરેકમાં રાખવાનો છે તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જે દરમિયાન સીસીટીવી કેમેરોથી તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ અતિકને હમણા એકલો જ રાખવામાં આવશે 

અતિકે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
ઉમેશપાલ હત્યાકાંડ મામલે અતિક અહેમદે પોતાની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અતિક અહેમદે સુપ્રીમમાં અરજી કરીને કહ્યું હતું કે, 'યુપીમાં દાખલ કેસની સુનાવણી માટે તેને ગુજરાતથી બહાર ન લઈ જવામાં આવે, તેના જીવને જોખમ છે.' અહેમદના વકીલ હનીફ ખાને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી. તેમાં અમદાવાદ જેલથી યુપીની જેલમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એવું લાગે છે કે તેનું ફેક એન્કાઉન્ટર થઈ શકે છે.

અતિકની સંપત્તિ જપ્ત કરાઈ
યુપી પોલીસના આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં અતીક અહેમદ અને તેના સાથીદોરોની કબજામાંથી 416 કરોડ, 92 લાખ, 46 હજાર રૂપિયાની જમીન મુક્ત કરવામાં આવી. અતીકની 1166 કરોડ, 45 લાખ 42 હજાર રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી. અતીકની સંપત્તિ ઉપરાંત તેની પત્ની શાઇસ્તા પરવીન પાસેથી ગેંગસ્ટર એક્ટ હેઠળ 8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી. અતીકના ભાઈ અશરફની 27.33 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ