બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / UP CM yogi ordered to build more jails to reduce the crowd

સૂચના / હવેથી UPની જેલમાં નહીં થાય કેદીઓની ભીડ, યોગી આદિત્યનાથે બનાવ્યો એક્શન પ્લાન, આપ્યા આ આદેશ

Dhruv

Last Updated: 11:23 AM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે જેલમાં કેદીઓની ભીડ ઓછી કરવા નવી બેરેક બનાવવાના આદેશ આપી દીધા છે.

  • જેલમાં કેદીઓની ભીડ ઓછી કરવા યોગીનો નવો પ્લાન
  • યોગીએ આપ્યા નવી બેરેક બનાવવાના આદેશ
  • ઉત્તર પ્રદેશમાં હાલ 73 જેલો ઉપલબ્ધ છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધારે સંખ્યાની સમસ્યાને પહોંચી વળવા નવી જેલોના નિર્માણ સહિત જૂની જેલોમાં નવી બેરેક બનાવવાનો આદેશ આપી દીધો છે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ મંત્રીપરિષદ સમક્ષ ગૃહ, જેલ, હોમગાર્ડઝ, સચિવાલય વહીવટીતંત્ર અને નિમણૂંક અને કર્મચારી વિભાગોની કાર્ય યોજનાની રજૂઆત બાદ નિર્દેશ આપતા જણાવ્યું કે, 'જેલોમાં કેદીઓની ક્ષમતા કરતાં વધારે સંખ્યાની સમસ્યાના નિરાકરણ માટે જૂની જેલોમાં નવી બેરેક બનાવવાનું નિર્માણ કરવામાં આવે.

તેઓએ કહ્યું કે, અમરોહા, સંભલ, શામલી અને મુઝફ્ફરનગરમાં જિલ્લા જેલોના નિર્માણ માટે જમીન ખરીદવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમેઠી, હાથરસ, ઔરેયા, હાપુડ, ચંદૌલી, ભદોહી, અમરોહા, સંભલ, કુશીનગર, મહોબામાં જિલ્લા જેલોના નિર્માણની પ્રક્રિયા શરૂ થવી જોઈએ.

યુપીમાં હાલ 73 જેલો ઉપલબ્ધ

તમને જણાવી દઇએ કે, હાલમાં રાજ્યમાં 73 જેલ આવેલી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશની જેલોમાં સરેરાશ 177 કેદીઓ છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 118 છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં કેદીઓને સમય પહેલાં મુક્ત કરવા અંગેની વર્તમાન નીતિમાં સંશોધનની જરૂરિયાત છે. તેને આગામી 100 દિવસમાં કરી લેવું જોઈએ.

યોગી આદિત્યનાથે એ પણ સૂચના આપી હતી કે, જેલની સુરક્ષા માટે મહત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. તેઓએ કહ્યું કે, સો દિવસમાં સાત વિડિયો કોન્ફરન્સિંગ એકમો ફરીથી સ્થાપિત કરવામાં આવે અને જેલના મુખ્યાલયમાં મલ્ટિ-કોન્ફરન્સ યુનિટની સ્થાપના કરવી જોઈએ.

ચલણની રકમ સ્થળ પર જ જમા કરાવવાની સુવિધા આપવી જોઇએ - CM યોગી

યોગીએ રાજ્યમાં અન્ય એક એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડ તરીકે ચલનની નિયત રકમ સ્થળ પર જ જમા કરાવવાની સુવિધા આપવી જોઈએ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે મેરઠમાં કોટવાલ ધન સિંહ ગુર્જર સ્ટેટ ઑફ આર્ટ પોલીસ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ