BREAKING /
વારાણસી: ગંગા નદીના પ્રભુ ઘાટ પર હોડી પલ્ટી ગઈ, 4 લોકો ડૂબ્યા, 2 બચી ગયા
Team VTV02:48 PM, 23 May 22
| Updated: 02:50 PM, 23 May 22
વારાણસીમાં આવેલા ગંગા નદીમાં સોમવારે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી.
વારાણસીમાં મોટી દુર્ઘટના
ગંગા નદીના ઘાટ પર બોટીંગ કરવા નિકળેલી હોડી પલ્ટી
6 લોકોના ડૂબાયા, તેમાંથી 2ને બચાવી લેવાયા
વારાણસીમાં આવેલા ગંગા નદીમાં સોમવારે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, ગંગા નદીના પ્રભુ ઘાટ પર હોળી પલ્ટી જતાં 6 લોકો ડૂબી ગયા છે. હાલમાં મળેલી વિગતો અનુસાર જોઈએ તો, 4 લોકો ડૂબી ગયા છે. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
Uttar Pradesh | Five people feared drowned in boat capsize near Prabhu Ghat in Varanasi pic.twitter.com/RZjTzjeh3O
કહેવાય છે કે, અમુક લોકો હોડી પર સવાર થઈને વોટિંગ કરી રહ્યા હતા. તે જ સમયે પાણી ભરાઈ જવાના કારણે હોડી પલ્ટી ગઈ. હોડી પલ્ટી જતાં ચાલકે નદીમાં છલાંગ લગાવીને બે લોકોના જીવ બચાવી લીધા હતા. જ્યારે ચાર લોકોની શોધ હાલમાં ચાલુ છે. સ્થાનિક પોલીસ અને બચાવ કાર્ય માટેના જવાનો આ લોકોને શોધી રહ્યા છે.