બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / unseasonal rains increase farmers' worries, the meteorological department has forecast

માવઠું / ખેડૂતોની ચિંતા વધી: શિયાળામાં માવઠાનો માર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Kiran

Last Updated: 09:04 AM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો, માવઠાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો

  • હવામાન વિભાગની મોટી આગાહી
  • ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું જોર
  • રાજ્યમાં હજી રહેશે વરસાદી વાતાવરણ

ગત સાંજે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો..રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી..ત્યારે ગઈ કાલે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો જેમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો.

ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું જોર

ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 1 એમએમથી લઇને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે, હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, મોસમી ઠંડા પવનોને કારણએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફુલ ગુલાવી ઠંડીની અસર વર્તાઈ રહી છે. તેવામાં માવઠાના લીધે ઠંડીમાં વધારો થયો છે, વરસાદ સાથે ઠંડો પવન ફુકાંતા રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચો જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે રાજ્યના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં હજી રહેશે વરસાદી વાતાવરણ

ગત રોજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં 3 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ઇડરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડાલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો, આ તરફ મહેસાણાના ખેરાલુ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી તરફ સતલાસણા અને પોસીનામાં પોણા બે ઇંચ જેટલો કમોસમી વરાદ નોંધાયો હતો.  

ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન

કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ