બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Unseasonal rain will occur in these states of the country amid severe cold

શીતલહેરનો પ્રકોપ / કડકડતી ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં થશે કમોસમી વરસાદ, વિઝિબિલિટી ઘટતા યલો એલર્ટ જાહેર

Malay

Last Updated: 09:23 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર (cold wave) નોંધાઈ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે.

  • કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠ્યું ઉત્તર ભારત
  • રાજધાની દિલ્હીમાં કોલ્ડ વેવ-ધુમ્મસનું યલો એલર્ટ
  • આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની શક્યતા

સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીના કારણે ધ્રૂજી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ છે. આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી. 

ગુજરાતનાં શહેરોમાં હાડ થિજવતી ઠંડી, જાણો તમારા શહેરમાં કેટલું નીચું ગયું  તાપમાન | Cold wave in gujarat Weather forecast

અટલ ટનલના દક્ષિણ ભાગમાં થઈ ભારે હિમવર્ષા 
બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર નોંધાઈ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. 

દિલ્હીમાં તૂટ્યા તમામ રેકોર્ડ
દિલ્હીમાં આ છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીની સૌથી લાંબી કોલ્ડ વેવ છે. આ પહેલા રાજધાનીમાં છેલ્લે જાન્યુઆરી 2013માં આવી ઠંડી પડી હતી. સમગ્ર દિલ્હી હાલ શીત લહેર (cold wave) અને ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, 11થી 13 જાન્યુઆરીની વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  (Western Disturbance) ઉત્તર ભારતને પ્રભાવિત કરે તેવી શક્યાતાઓ છે, જેના કારણે તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ શકે છે. 

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, જુઓ આ વીકેન્ડ સુધી કેવું રહેશે  હવામાન, IMDએ કર્યું જાહેર | cold wave entire north india including delhi is  cold weather in this ...

રાજધાનીમાં કોલ્ડ વેવ-ધુમ્મસનું એલર્ટ
આજે રાજધાની દિલ્હીમાં કોલ્ડવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસ માટે પણ યલો એલર્ટ છે. રાજાધાનીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. સાથે જ પાલમ અને સફદરજંગમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર માપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની ચેતવણી આપી છે.

ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ મોડી 
ધુમ્મસના કારણે મુસાફરોની અવરજવર પર પણ અસર પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઠંડીને કારણે આજે (10 જાન્યુઆરી) કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી છે. જેમાં દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢ-કુલુ જતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. 
 
ધુમ્મસ-કમોસમી વરસાદને લઈને IMDનું એલર્ટ 
IMDએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, પંજાબથી લઈને બિહાર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસ રહેશે. આગાહી મુજબ, પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ વિભાગ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ દિલ્હી, હરિયાણા, યુપી અને પંજાબમાં 11 અને 12 જાન્યુઆરીએ હળવો ઝરમર વરસાદ જોવા મળી શકે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

states unseasonal rain yellow alert કડકડતી ઠંડી કમોસમી વરસાદ યલો એલર્ટ Indian Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ