ભરશિયાળે ગુજરાતના 130 તાલુકાઓમાં મેઘરાજાની ધડબડાટી, વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઠંડીમાં થયો વધારો
છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ
ઉમરપાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ
વલસાડમાં 4 ઇંચ, પારડીમાં 4 ઇંચ
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ જેવી ઘાટ સર્જાયો છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે એક તરફ વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે તો બીજી તરફ બપોર બાદ બફારાનો અનુભવ થાય છે એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ માવઠા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે..જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ તો વલસાડ, પારડી, નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે..જ્યારે કપરાડા, ઉમરગામ, મહુવા, વાપી, પલસાણા, ચિખલી, વઘઈમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જલાલપોર અને ડાંગમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે..
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.. આવતી કાલ સુધીમાં વરસાદનું વાતાવરણ રહી શકે છે તેવું હવામાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.. જો કે બે દિવસ બાદ લઘુતમ તાપમાન ઘટશે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજ ઉપરાંત અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના અને ભરૂચમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 21થી વધુ તાલુકામાં અડધા ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે ખેતરમાં રવિ પાકો અને એપીએમસી તથા ગોડાઉનમાં રહેલા ખેત ઉત્પાદનોને વ્યાપક નુકસાન થયું છે તો કેટલોક પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આવતીકાલ સુધી કમોસમી વરસાદ પડી શકે
જ્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠાની અસર વર્તાઈ રહી છે, શિયાળાની ઋતુઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાઈ રહ્યો છે, તો બીજી તરફ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે.. જેથી લોકો ઠુંઠવાય ગયા છે જ્યારે સમગ્ર રાજ્ય ઠંડુગાર બની ગયું છે. હવામાન વિભાગે બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરી છે.. જ્યારે 3 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે તવું પણ જણાવ્યું છે.. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ માવઠાની અસર વર્તાવાના કારણો ખેડૂતો પર પડતા પર પાટું જેવી ઘાટ સર્જાયો છે જેને લઈને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે..