બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unjha MLA Ashaben Patel dies, Gujarat Legislative Assembly fragmented: 182 figure again ominous

કેટલી વાર? / ગુજરાત વિધાનસભા ખંડિત: 182નો આંકડો ફરી અપશુકનવંતો સાબિત થયો, હાલ 180 બેઠક જ ભરેલી

Vishnu

Last Updated: 06:25 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલની સ્થિતિએ 182 બેઠકોમાંથી 2 બેઠકો ખાલી છે એટલે કે આશાબેનનું અવસાન થતાં તેમજ દ્વારકા બેઠક પર પબુભા માણેકને કોર્ટે ગેરલાયક ઠેરવતા હાલ સંખ્યાબળ 180 જેટલું છે.

  • વિધાનસભા ફરી ખંડિત
  • MLA આશાબેનનું નિધન થતાં બેઠક પડી ખાલી
  • જુઓ ક્યારે વિધાનસભામાં સંખ્યાબળ ખૂંટયું

ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. તેનું કારણ છે કે વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો જળવાયેલો રહેતો નથી. ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યાં છે, જેમાં કોઇ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે. વિધાનસભામાં ખાલી રહેતી બેઠકોને અપશુકન તરીકે જોવાય છે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખંડિત વિધાનસભામાં શપથ લીધા હતા. તે વખતે મોરવા હડફની સીટ પર પેટા ચૂંટણી બાદ દ્વારકા વિધાનસભાની સીટ ખાલી હતી.

હાલ 180 બેઠક જ ભરેલી
હાલ પણ 182 બેઠકોમાંથી 2 બેઠકો ખાલી છે.1 ) ઊંઝા આશાબેન પટેલ (નિધન) 2) દ્વારકા બેઠક ખાલી ( પબુભા વિરમભા માણેકને હાઈકોર્ટે ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવાયા છે. પરિણામે આ બેઠક પર હજુ સુધી પેટાચૂંટણી ન થતાં આ બેઠક પણ હજુ ખાલી છે.)

આશાબેનનું નિધન થતાં ઊંઝા બેઠક ખાલી પડી
ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું અમદાવાદમાં દુ:ખદ થયું છે, ડેન્ગ્યુ બાદ તેઓ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે અંતિમ શ્વાસ લીધા છે. આશાબેનના પાર્થિવ દેહને ઊંઝા એપીએમસી ખાતે લઈ જવામાં આયો હતો જ્યાં ત્યાં તેમની અંતિમ દર્શન કરવા દેવામાં આવ્યા હતા, જે બાદ અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવામાં આવશે નોંધનીય છે કે આશાબેન પટેલ પાટીદાર સમાજનાબાહોશ અને બહાદુર નેતા અને કાર્યકર હતા. જેની ખોટ સમાજની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ પડી છે.

ક્યારે ક્યારે વિધાનસભાની બેઠક ખાલી પડી?

  • 2012થી 2016 સુધીમાં પણ અનેક વખત સીટો ખાલી રહી
  • 2012-2013માં વિધાનસભાની કોંગ્રેસની 4 સીટો ખાલી થઈ હતી.
  • મોરવા હડફના ધારાસભ્ય સવિતા ખંતનું ડિસેમ્બર 2012માં નિધન થયું હતું, 
  • લીંબડી બેઠક પરથી સોમા ગાંડાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું
  • જેતપુરની બેઠકપરથી વિજેતા જયેશ રાદડિયાએ કેસરીયો કર્યો હતો
  • તો ધોરાજી બેઠક પરના વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કમળ પકડયું હતું
  • 2013માં સુરત પશ્ચિમના MLA કિશોર વાંકાવાલાના નિધન
  • 2014માં રાપરમાં ભાજપના ધારાસભ્ય વિજય પટેલનું અવસાન થયું હતું
  • લાઠીના ધારાસભ્ય બાવકુ ઉંધાડ, નલિન કોટડિયા, રાજેન્દ્રસિંહ ચાવડા, જશાભાઈ બારડ, છબીલભાઈ પટેલ અને પ્રભુભાઈ વસાવાએ કોંગ્રસ સાથે છેડો ફાડ્યો હતો
  • 2014ના અંતમાં લોકસભાની ચૂંટણી બાદ  8 MLA કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા. જેમાં ખંભાળિયાના પૂનમ માડમ, આણંદના દિલીપ પટેલ, લિમખેડાના જસવંતસિંહ ભાભોર, ડીસાના લીલાધાર વાઘેલા, માતરના દેવુસિંહ ચૌહાણ, તળાજાના ભારતી શિયાળ, માંગરોળના રાજેશ ચુડાસમા અને ટંકારાના મોહન કુંડરીયાએ પક્ષપલટો કર્યો હતો.
  • ઓગસ્ટ 2014માં વજુભાઈ વાળાની કર્ણાટકના  ગવર્નર તરીકે નિયુક્તિ કરતાં રાજકોટ પૂર્વ સીટ ખાલી પડી હતી. જે બેઠક પર પૂર્વ સીએમ રૂપાણી જીત્યા હતા
  • 2015માં સુરત ચૌર્યાસી વિધાનસભા બેઠકઆન ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પટેલનું ડેંગ્યુથી મોત થયું હતું
  • 2016માં તલાલા વિધાનસભાના ધારાસભ્ય જશુભાઈ બારડનું નિધન થતા સીટ ખાલી થઈ હતી.
  • વર્ષ 2017 ચુંટણી પહેલા વિરમગામ તેજશ્રી પટેલ, જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ, જામનગર હકુભા જાડેજા ભાજપમાં આવ્યા હતા
  • વર્ષ 2018-19માં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યએ ભાજપનો ખેસ પહેર્યો હતો જેમાં મોરબીથી બ્રિજેશ મેરજા, પધયુમન જાડેજા, જેવી કાકડિયા, સહિત અન્ય 5 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ