બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / unique campaign,launched by Banasderi and pastoralists to make Banaskantha green.

અનોખુ અભિયાન / બનાસકાંઠાના પશુપાલકોના નવા અભિયાનથી જિલ્લામાં બનશે જંગલ, કામગીરીને કરશો સલામ

Kishor

Last Updated: 11:54 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાને હરિયાળું બનાવવા બનાસડેરી અને પશુપાલકો દ્વારા અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

  • બનાસકાંઠાને હરિયાળું બનાવવા પ્રયત્ન
  • બનાસડેરી અને વનવિભાગનું નવુ અભિયાન 
  • ગોબરમાંથી 25 લાખ સીડબોલ બનાવ્યા

કપાતા જંગલોને અટકાવવા અને વધુ વૃક્ષો વાવી પ્રકૃતિનું જતન કરવું આજના સમયમાં મહત્વનું બની ગયું છે. ત્યારે બનાસડેરીએ બનાસકાંઠા તળોવો ઊંડા કરવાની કામગીરીની સાથે-સાથે હવે વધુ વૃક્ષો ઉગાડી ફરી વેરાન જગ્યાએને જંગલો બનાવવાની મુહિમ હાથ ધરી છે. જેમાં 25 લાખ જેટલા સીડબોલ ગીરીમાળાઓમાં ફેંકવાનું અભિયાન શરૂ કર્યુ છે.

જંગલ આસપાસ સીડબોલ મૂકવાની કામગીરી શરૂ 
એક તરફ પ્રકૃતિના નિકંદન કરનારા બેઠા છે. તો બીજી તરફ પ્રકૃતિનું જતન કરનારા પણ સમાજમાં હયાત છે. બનાસડેરી તેમજ વનવિભાગે બનાસકાંઠાને હરિયાળું બનાવવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરી છે. જેમાં અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા માટે 25 લાખ સીડબોલ બનાવાયા છે. આ સીડબોલ એટલે કે, ગાયના ગોબરમાંથી બોલ બનાલી તેની અંદર વિવિધ વનસ્પતિ અને ઔષધીઓના બીજ મુકવામાં આવે છે.

ઊંચા પહાડો પર ડ્રોનથી સીડબોલ ફેંકાશે 
ગાયના ગોબરમાંથી સીડબોલ બનાવવાનું કારણ એ છે કે, જ્યાં પણ આ સીડબોલ ફેંકવામાં આવે છે. ત્યાં ચોમાસામાં વરસાદ થતાં ગોબરના બોલ ઓગળી ગયા બાદ બીજ ઊગી નિકળશે. સાથે જ તે બીજને કુદરતી ખાતર પણ મળી રહેશે. જેને પગલે બીજનો વિકાસ પણ થઈ શકશે. બનાસડેરી અને પશુપાલકોએ વનવિભાગ સાથે મળીને અંબાજીની ગબ્બર સહિતની અરવલ્લીની ગિરિમાળાઓમાં આ સીડબોલ નાખવાના અભિયાનના શ્રી ગણેશ પણ કરી દીધા છે. એટલું જ નહીં જે પહાડો ઊંચા છે. જ્યાં કોઈ પહોંચી નથી શક્યું. ત્યાં ડ્રોનની મદદથી સીડબોલ નાખવાની કામગીરી હાથ ધરાઈ છે.

પ્રકૃતિના જતન માટે નવું અભિયાન 
બનાસડેરી અને પશુપાલકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાનના સ્થાનિકો મુક્ત મને વખાણ કરી રહ્યા છે. આવું જ અભિયાન દરેક જિલ્લામાં શરૂ કરવા સામાજિક સંસ્થાઓ, આગેવાનો આગળ આવે તે સમયની માંગ છે. જેથી ગુજરાતમાં વૃક્ષોનું પ્રમાણ વધે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. બનાસકાંઠાને હરિયાળુ બનાવવા બનાસડેરી અને પશુપાલકોએ ચિતરેલો આ નવો ચીલો અન્ય શહેરના લોકો માટે અનુકરણીય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ