બ્રેકિંગ ન્યુઝ
VTV / Union Cabinet approves highest ever fair and remunerative price of Rs 290/quintal for sugarcane farmers
Hiralal
Last Updated: 03:07 PM, 8 September 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ બ્રીફિંગ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી.
ક્વિન્ટલ દીઠ શેરડીનો ભાવ 285 રુપિયા હતો, હવે 290 રુપિયા કરાયો
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે 2021-22 ના વર્ષ માટે મિલો પાસેથી ખરીદાયેલી શેરડીનો ભાવ ક્વિન્ટલ દીઠ 290 રુપિયાનો નક્કી કર્યો છે. ઓક્ટોમ્બરથી આવતા સપ્ટેમ્બર સુધી શેરડીની સીઝન હોય છે. અગાઉની સિઝનમાં ક્વિન્ટલ દીઠ શેરડીનો ભાવ 285 રુપિયા હતો. આ રીતે ખેડૂતો ક્વિન્ટલ દીઠ 5 રુપિયાનો વધારો મળશે.
કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી, સાત લાખ લોકોને રોજગારી મળવાનો દાવો
કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ સેક્ટર માટે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી છે જે માનવ નિર્મિત ફાયબર સેગમેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે છે. આ યોજના માટે આશરે 11 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
Union Cabinet has approved Production Linked Incentive (PLI) scheme for Textiles. Incentives worth Rs 10,683 crores will be provided over 5 years: Union Minister Anurag Thakur pic.twitter.com/eGJq7ebz1y
— ANI (@ANI) September 8, 2021
મોદી સરકારનો દાવો છે કે આ નિર્ણયના કારણે સાત લાખ લોકોને રોજગાર મળશે. સાથે જ નિકાસમાં પણ વધારો કરવામાં આવશે.
Union Cabinet approves highest ever fair and remunerative price of Rs 290/quintal for sugarcane farmers
— ANI (@ANI) September 8, 2021
શું છે PLI સ્કીમ?
કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કંપનીઓને ભારતમાં પોતાના યુનિટ અને એક્સપોર્ટ વધારવા માટે વધારાની રાહત આપવામાં આવશે તથા નાણાકીય સહાયતા પણ આપવામાં આવશે. આ સ્કીમની મદદથી વિશ્વના મોટા મોટા રોકાણકારોને આકર્ષવામાં આવશે જેથી કરીને દેશમાં રોજગાર વધારી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.