union budget 2020 nirmala sitharaman revels Important things
Budget 2020 /
શું છે બજેટ 2020ની સૌથી મોટી વાતો, નાણામંત્રી સિતારમણે કરી છે આ જાહેરાતો
Team VTV12:05 PM, 01 Feb 20
| Updated: 01:11 PM, 01 Feb 20
આજે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. આ સમયે તેઓએ પંડિત દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા પણ વાંચી. પહેલાં તો તેઓએ સરકારની સફળતાઓ ગણાવી. આ સાથે જ જાણો નાણામંત્રીએ કઈ મોટી જાહેરાતો કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ 2020-21
બજેટમાં કરવામાં આવી આ મોટી જાહેરાત
નાણામંત્રીએ બજેટમાં આ વાતો પર મૂક્યો ભાર
Taxમાં મધ્યમ વર્ગને મોટી રાહત
5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં. 5થી 7.5 લાખની આવક પર માત્ર 10 % ટેક્સ, 7.5થી 10 લાખની આવક પર 15 % ટેક્સ, 10થી 12.50 લાખની આવક પર 20 % ટેક્સ, નવી કોર્પોરેટ કંપનીઓ પર 15 % કોર્પોરેટ ટેક્સ લેવામાં આવશે.
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ માટે અલગ ફંડ
કાશ્મીરના વિકાસ માટે 30 હજાર 757 કરોડની ફાળવણી કરાઇ છે. જ્યારે લદ્દાખ માટે 5 હજાર 900 કરોડ ફાળવાયા છે. જેનાથી જમ્મૂ-કશ્મીર અને લદ્દાખના વિકાસ વધશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
પીએમ કહી ચૂક્યા છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. હાઉસિંગ, સ્વચ્છ પાણી, હેલ્થકેર, શિક્ષણ સંસ્થા, રેલવે સ્ટેશન, એરપોર્ટ, વેયર હાઉસિંગ, સિંચાઈ જેવા ક્ષેત્રમાં રોકાણ થશે.
રેલવે માટે 550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે. તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે અને સાથે જ આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે. 550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે. 4 રેલ્વે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવવામાં આવશે. ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, 2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે. રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, 27 હજાર કિમી ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરવામાં આવશે.
મિશન ઈન્દ્રધનુષમાં 12 નવી બીમારીઓને વધારવામાં આવી છે. તેમાં 5 નવી રસી જોડવામાં આવી છે. ટીબી હારશે અને દેશ જીતશે આ અભિયાન લોન્ચ કર્યું છે. સરકાર આ અભિયાનને મજબૂત કરશે. 2025 સુધી દેશને ટીબી મુક્ત કરવાની યોજના છે. હેલ્થ સેક્ટર માટે 69 હજાર કરોડનો પ્રસ્તાવ છે. PPP મોડેલથી દેશમાં નવી હોસ્પિટલો બનશે. મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે. જિલ્લાની હોસ્પિટલોમાં મેડિકલ યુનિવર્સિટીનો પ્રસ્તાવ મૂકાયો છે અને ડોકટરની અછત પુરી કરવા પર સરકારનું ધ્યાન રખાયું છે.
GST
ઓછા GST દરના કારણે સામાન્ય પરિવારના માસિક ખર્ચમાં 4 ટકાનો ઘટાડો થયો છે. GST કાઉન્સિલની મદદથી 60 લાખથી વધારે ટેક્સપેયર્સને જોડવામાં આવ્યા. 1 એપ્રિલ 2020થી સરળીકૃત વિવરણ પ્રણાલી શરૂ કરવામાં આવશે. 2019માં સરકારનું દેવું ઘટીને 48.7 ટકા થયું. GSTના કલેક્શનમાં 40 ટકાનો ઘટાડો થયો છે તો GSTના કારણે 5 લાખ કરોડની આવક ઘટી છે. 40 હજારથી વધુ કંપનીઓ GSTમાં ગોટાળો કરે છે. જ્યારે અન્ય તરફ GSTમાં ચોરીને કારણે સરકારની મુશ્કેલી વધી છે