Underworld threats to ruin your life: Case filed against Raj-Shilpa, find out who did it
Big News /
અંડરવર્લ્ડની ધમકી આપી કહ્યું તારી જિંદગી બરબાદ કરી નાંખીશ: રાજ-શિલ્પા સામે કેસ દાખલ, જાણો કોણે કર્યો
Team VTV12:16 PM, 16 Oct 21
| Updated: 01:25 PM, 16 Oct 21
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા છેલ્લા ઘણા સમયથી એક બાદ એક વિવાદોમાં આવી રહ્યા છે. ત્યારે શર્લિન ચોપડાએ રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર વધુ ગંભીર આરોપ લગાવ્યા છે.
શર્લિન ચોપડાએ હવે રાજ કુંદ્રા પર લગાવ્યા ગંભીર આરોપ
શર્લિને રાજ કુંદ્રા પર છેતરપિંડી અને માનસિક ત્રાસનો આરોપ મુક્યો
14 ઓક્ટોબરે શર્લિન ચોપડાએ રાજ અને શિલ્પા સામે FIR દાખલ કરી
On Oct14, actor Sherlyn Chopra filed a complaint against Raj Kundra&Shilpa Shetty Kundra for allegedly committing fraud against her & mental harassment.
I've filed a complaint to register FIR against Raj Kundra for sexual harassment, cheating & criminal intimidation, she said. pic.twitter.com/zYAfV3QSsL
શર્લિન ચોપડાએ હવે રાજ કુંદ્રા પર લગાવ્યા ગંભીર આરોપ
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા છેલ્લા ઘણા સમયથી એક બાદ એક વિવાદોમાં આવી રહ્યા છે. રાજ કુંદ્રા અત્યારે તો જેલથી બહાર આવી ગયા છે પરંતુ તેમની મુસીબતો ખતમ થવાનું નામ નથી લઈ રહી. અશ્લીલ ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુંદ્રા પર હવે શર્લિન ચોપડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. શર્લિન છેલ્લા ઘણા સમયથી રાજ કુંદ્રા સામે બોલી રહી હતી પરંતુ હવે તેણે રાજ કુંદ્રા સામે FIR પણ નોંધાવી દીધી છે. શર્લિનના આ પગલાં બાદ બોલિવૂડ જગતમાં ફરીથી રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ચર્ચાનો વિષય બન્યા છે.
શર્લિને રાજ કુંદ્રા પર છેતરપિંડી અને માનસિક ત્રાસનો આરોપ મુક્યો
શર્લિન ચોપડાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર છેતરપિંડી અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે. રાજ કુંદ્રાનાં પૉર્ન ફિલ્મ કેસમાં પણ શર્લિન ચોપડાએ કેટલાક સંદિગ્ધ આરોપો લગાવ્યા હતા જે બાદ તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી હતી. શર્લિન ચોપડાએ સોશ્યલ મીડિયા પર પણ સતત રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
14 ઓક્ટોબરે શર્લિન ચોપડાએ રાજ અને શિલ્પા સામે FIR દાખલ કરી
શર્લિન ચોપડાએ રાજ અને શિલ્પા સામે 14 ઓક્ટોબરે FIR દાખલ કરી છે જે વિશે મીડિયા સાથે વાતચીત કરી. શર્લિને કહ્યું કે રાજ કુંદ્રા સામે યૌન શોષણ, છેતરપિંડી, ધમકી દેવાના આરોપો સાથે FIR કરી છે. તેણે વધુમાં કહ્યું કે રાજ કુંદ્રાએ મને અંડરવર્લ્ડની ધમકી આપી છે. તે લોકો બોલે છે યૌન શોષણનો કેસ પાછો લે નહીં તો તારી જિંદગી બર્બાદ કરી નાંખીશ.