બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / unapproved vaccines may create hurdles for indians to go united states from november

મહામારી / અમેરિકા જવા માગતા લોકો માટે બાયડનનો રાહતભર્યો નિર્ણય, પરંતુ ભારતીયોને પડશે આ મુશ્કેલી

Hiralal

Last Updated: 04:33 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યાં છે. બાયડન સરકારે નવેમ્બરથી ભારત, ચીન અને બ્રાઝિલના લોકોને આવવાની મંજૂરી આપી દીધી છે.

  • અમેરિકા જવા માંગતા લોકો માટે સારા સમાચાર 
  • નવેમ્બરથી અમેરિકાનો પ્રવાસ કરી શકાશે
  • જોકે વેક્સિનના બધા ડોઝ લીધા હશે તેમને જ મંજૂરી

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય યાત્રા માટે નવી પ્રણાલીની જાહેરાત કરી દીધી છે. નવી આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રણાલી હેઠળ બાયડન સરકારે ભારત, ચીન અને બ્રાઝીલ સહિત 30 દેશોના નાગરિકોને તેમને દેશ આવવાની મંજૂરી આપી દીધી છે. 

વેક્સિનના બધા ડોઝ લેનાર લોકો જ આવી શકશે અમેરિકા
જોકે બાયડન સરકારે એક શરત પણ મૂકી છે. જે લોકોએ વેક્સિનના બધા ડોઝ લીધો હશે ફક્ત તેમને જ અમેરિકા આવવાની મંજૂરી મળશે. 

વ્હાઈટ હાઈસના અધિકારીઓએ જણાવ્યું કે ભારત જેવા દેશોમા સંપૂર્ણ વેક્સિનેશન કરાવનાર લોકો તેમના વેક્સિન પ્રમાણપત્રની સાથે અમેરિકાની યાત્રા કરી શકે છે. તેમણે પ્રવાસ પહેલા વેક્સિન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

અમેરિકાએ નવેમ્બરથી ભારત સહિત 30 દેશો માટે તેના દ્વાર ખોલી નાખ્યાં છે. પરંતુ ભારતીયો માટે અમેરિકા જવું મુશ્કેલીભર્યું બની શકે છે. કારણ કે ભારતમાં લોકોએ જે વેક્સિન લીધી છે તે જો અધિકૃત નહીં થાય તો ભારતીયોને પ્રવેશ મળશે નહીં. 

કઈ વેક્સિન માન્ય હશે
યાત્રા પહેલા વિદેશી નાગરિકોએ વેક્સિન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, પ્રમાણપત્ર રજૂ કરનારે અમેરિકામાં પહોંચ્યા પછી ક્વોરન્ટાઈન થવાની જરુર નહીં પડે. વ્હાઈટ હાઉસે કહ્યું કે કઈ વેક્સિન માન્ય રખાશે તેનો અંતિમ નિર્ણય યુએસ સેન્ટર ફોર ડિસિઝ એન્ડ પ્રીવેન્શન પર નિર્ભર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ