બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / UN declared abdul rehman makki as a pakistani terrorist

ટેરર / UN દ્વારા વૈશ્વિક આતંકી જાહેર થયો મક્કી, ભારતની ખુશીનો પાર ન રહ્યો, વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

Vaidehi

Last Updated: 04:57 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UNએ અબ્દૂલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીઓની લિસ્ટમાં મૂકતાં ચીનને ધક્કો લાગ્યો છે. ત્યારે UNનાં આ મોટા નિર્ણય પર જાણો ભારતની પ્રતિક્રિયા શું છે?

  • UNએ મક્કીને આતંકીઓની લિસ્ટમાં કર્યો શામેલ
  • સંયુક્ત રાષ્ટ્રનાં આ નિર્ણયથી ચીનને લાગ્યો ધક્કો
  • ભારતે આ નિર્ણયનું કર્યું છે સ્વાગત

સંયુક્ત રાષ્ટ્રનાં પાકિસ્તાની આતંકવાદી અબ્દૂલ રહમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકીની લિસ્ટમાં મૂકવાનાં પગલાંને ભારતે આવકાર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરંદિમ બાગચીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL અને અલકાયદા પ્રતિબંધ સમિતિએ સોમવારે 68 વર્ષી મક્કીને ઘોષિત આતંકવાદીઓની લિસ્ટમાં શામેલ કરવાનાં નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. 

દબાણ મૂકતાં રહીશું...- ભારત
અરંબિમ બાગચીએ કહ્યું કે હિન્દુસ્તાનની આતંકવાદ પ્રતિ ઝીરો ટોલેરેન્સની નીતિ રહી છે. અમે આતંકવાદીઓનો વિરોધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયો અને સંગઠનો પર દબાણ મૂકતાં રહીશું. 

પાકિસ્તાનનાં સહયોગી ચીને કર્યો હતો વિરોધ
15 સદસ્યોવાળી સુરક્ષા પરિષદમાં ચીન એકમાત્ર એવો દેશ હતો કે જેણે મક્કીને લિસ્ટમાં મૂકવા પર વીટો કર્યો હતો. હવે જ્યારે પાકિસ્તાનનાં ખતરનાક આતંકવાદી અબ્દૂલ રહમાન મક્કીને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ એટલે કે  UNSCએ વૈશ્વિક આતંકવાદીઓની લિસ્ટમાં મૂક્યું છે ત્યારે ચીનને ધક્કો લાગે તે સ્વાભાવિક છે. એક રિપોર્ટ અનુસાર જૂન 2022માં ચીન દ્વારા ભારતનાં પ્રસ્તાવ પર રોક લગાવ્યાં બાદ UNનાં આ નિર્ણયથી ભારતને મોટી સફળતા મળી છે. જો કે ચીન તો પોતાના વિરોધ પર અડગ છે. ચીન, ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા 4 નામોને આતંકીઓની લિસ્ટમાં મૂકવાનો વિરોધ કરી રહ્યું છે .

આ 4 નામોને ભારત મૂકવા માંગે છે આતંકીઓની લિસ્ટમાં:
26/11 નાં મુખ્ય આરોપી અબ્દૂલ રઉફ, સાજિદ મીર, શાહિદ મહમૂદ અને તલ્હા સઈદ સમાવિષ્ટ છે. આ 4 લોકોનો પ્રસ્તાવ ભારતે 2022માં મૂક્યો હતો જેનો વિરોધ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો.

કોણ છે આ 4 લોકો?
1. અબ્દૂલ રઉફ 

અબ્દૂલ રઉફ પાકિસ્તાનમાં સ્થિત એક આતંકવાદી છે જે કથિત ધોરણે દેશમાં આતંકવાદીઓની ભરતી અને પ્રશિક્ષણ માટે પ્રશિક્ષણ શિબિર સ્થાપિત કરવામાં શામેલ છે.તે 2001માં ભારતીય સંસદ પર હુમલાનો મુખ્ય કાવતરું રચનાર પણ છે.

2. સાજિદ મીર
2008માં થયેલા 26/11નાં મુંબઈ હુમલામાં એક શીર્ષ કમાન્ડર તરીકે શામેલ થયા હોવાનો આરોપ છે અને તે પણ પાકિસ્તાનમાં સ્થિત છે.

3. શાહિદ મહમૂદ

શાહિદ મહમૂદ કથિત ધોરણે ફલાહ-એ-ઈન્સાનિયત FIFનાં ઉપપ્રમુખ છે. એક પ્રતિબંધિત સંગઠન કે જે લશ્કરનો એક ભાગ છે.

4. હાફિઝ તલહા સઈદ 
હાફિઝ તલહા સઈદ લશ્કરનાં સંસ્થાપક હાફિઝ મહોમ્મ્દ સઈદનો દીકરો અને સમૂહનો વરિષ્ઠ નેતા છે. ગૃહમંત્રાલયની એક અધિસૂચના અનુસાર સઈદ સશ્કરનાં મૌલવી વિંગનાં પ્રમુખ છે અને તેણે ભારત અને અન્ય દેશોની સામે જિહાદનો આગ્રહ કરતાં ધર્મોપદેશ કર્યો છે. સઈદ કથિત ધોરણે ધન સંગ્રહ અને ભારત અફગાનિસ્તાનમાં લશ્કરનાં ઓપરેટિવ્સ દ્વારા હુમલાઓની યોજના બનાવવામાં પણ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ