બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / umiyadham patotsav details sidsar and ganthila

આયોજન / ઉમિયાધામ સીદસર અને ગાંઠીલામાં જાણો ક્યારે યોજાશે પાટોત્સવ કાર્યક્રમ, મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત

Khyati

Last Updated: 05:02 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્રી નવરાત્રિના બીજે દિવસે એટલે કે 3 એપ્રિલે સીદસર ઉમિયાધામમાં પાટોત્સવનું આયોજન, મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો રહેશે ઉપસ્થિત

  • સીદસર ઉમિયાધામમાં 3 એપ્રિલે પાટોત્સવ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ રહેશે ઉપસ્થિત
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ 

સૌરાષ્ટ્રના સીદસર ઉમિયાધામમાં 3 એપ્રિલ રવિવારે પાટોત્સવ કાર્યક્રમ યોજાશે.  ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે મા ઉમિયાનો પાટોત્સવ યોજાશે. આ ઉપરાંત ઉમિયાધામમાં સામાજિક સંમેલન પણ યોજાશે.  આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.  તેમજ  ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ સંમેલનમાં હાજર રહેવા આમત્રંણ અપાયું છે. 

નરેશ પટેલને પણ અપાયુ છે આમંત્રણ

મહત્વનું છે સીદસર ઉમિયાધામએ કે ઊંઝા જેવુ જ આસ્થાનું કેન્દ્ર કડવા પાટીદારોની કુળદેવીનું આસ્થાનું સ્થાન છે. સૌથી મહત્વની વાત એ છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાંઆવ્યુ છે. બપોર પછી સામાજિક સંમેલનનો કાર્યક્રમ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને નરેશ પટેલ મંચ પર એક સાથે હાજર રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેને લઇને તૈયારીઓનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.પાવનભૂમિ સીદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાંનિધ્યમાં તા.૯થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ દરમિયાન  રજત જયંતી મહોત્સવ યોજાયો હતો. આ  ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતાં તા.૩ એપ્રિલ-૨૦૨૨ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવનિર્મિત ઉમિયાધામ સિદસરમાં યજ્ઞશાળા, ઉમા ભવન અતિથિ ગૃહ, ગાર્ડન, કૈલાશ ભવન મિટિંગ હોલ, ભોજનાલયનું નવીનીકરણ, લગ્નહોલનું નવીનીકરણ, કૈલાશભવન વગેરે આકર્ષણના કેન્દ્ર બની રહેશે. 

 

ઉમિયાધામ ગાંઠીલા ખાતે પણ કાર્યક્રમ

તો આ તરફ ઉમિયાધામ ગાંઠીલા ખાતે રામનવમીના દિવસે 14મો મહાપાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયના સૂત્રને સાર્થક કરતા વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. 51 કુંડી હવનથી શરુઆત થશે ત્યારબાદ આરોગ્ય કેમ્પ, મહિલા સંમેલન, સામાજિક સંમેલન પણ યોજાશે. અહી પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિત રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહેશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ