બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Ukraine's President Volodymyr Zelenskyy says almost 6000 Russians killed in 6 days of war: Reuters

નિવેદન / છ દિવસના યુદ્ધમાં રશિયાના 6,000 સૈનિકોને મારી નાખ્યા, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો મોટો દાવો

Hiralal

Last Updated: 03:20 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છ દિવસના યુદ્ધમાં રશિયાને કેટલું નુકશાન થયું તેને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે.

  • યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સ્કીનું મોટું નિવેદન 
  • છ દિવસના યુદ્ધમાં રશિયાના 6,000 સૈનિકો માર્યા ગયા
  •  211 રશિયન ટેન્કોનો નાશ

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જરા પણ પાછીપાની ન કરતું હોવાનું જણાઈ રહ્યું છે. રશિયાના હુમલાનો યુક્રેન જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને રશિયાને ભારે મોટી ખુવારી કરાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ રશિયાના પક્ષે થયેલી ખુવારીના જે આંકડા જાહેર કર્યાં તે ખરેખર ધ્રુજાવનારા છે. 

છ દિવસના યુદ્ધમાં રશિયાના 6000 સૈનિકોના મોત 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ બુધવારે જણાવ્યું હતું કે મોસ્કો હુમલાના પ્રથમ છ દિવસમાં લગભગ 6,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે રશિયા બોમ્બ અને હવાઈ હુમલા દ્વારા યુક્રેન પર કબજો કરી શકશે નહીં. રશિયાના બાબીન યાર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીં થયેલો હુમલો સાબિત કરે છે કે રશિયામાં ઘણા લોકો માટે અમારો કિવ બિલકુલ વિદેશી ભાગ જેવો છે. "આ લોકો કિવ વિશે કશું જ જાણતા નથી. તેઓ આપણો ઇતિહાસ જાણતા નથી. આ લોકો માત્ર આદેશ આપે છે કે આ આપણો ઇતિહાસ, આપણો દેશ અને આપણા બધાને ભૂંસી નાખે.

યુક્રેન રશિયાની ખુવારીના આંકડા આપ્યાં 

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના છેલ્લા છ દિવસના યુદ્ધમાં 211 રશિયન ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, 862 બખ્તરબંધ વ્યક્તિગત વાહનો, 85 આર્ટિલરી પીસ અને 40 એમએલઆરએસ નાશ પામ્યા છે. રશિયાએ પણ આ યુદ્ધમાં ભારે નુકસાન સહન કર્યું છે. 

રશિયાના 30 વિમાન અને 31 હેલિકોપ્ટરને તોડી પાડ્યાં 
મંત્રાલયના જણાવ્યા અનુસાર રશિયાના 30 વિમાન અને 31 હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે જહાજ, 335 વાહનો, 60 ફ્યુઅલ ટેન્ક અને ત્રણ યુએવીને પણ ઠાર મારવામાં આવ્યા છે. 9 એન્ટી એરક્રાફ્ટ વોરફેરનો પણ ખડકલો કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે યુક્રેનની સેના રશિયાને કડક લડત આપતી જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ