યુક્રેન (Russia and Ukraine War) પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી (Volodymyr Zelensky) એ યુરોપીયન સંઘ (European Union) માં યુક્રેનની સભ્યતા માટે એક અરજી પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેનની સંસદે આ અંગેની જાહેરાત પણ કરી દીધી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપીયન સંઘમાં સભ્યતા માટે અરજી પર કર્યા હસ્તાક્ષર
EUમાં સામેલ થશે યુક્રેન
અનેક વાર યુક્રેન કરી ચૂક્યું છે માંગ
યુક્રેનની સંસદે આ અંગેની જાહેરાત પણ કરી દીધી છે. આ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ EU ને અપીલ કરી હતી કે તમામ પ્રક્રિયા અંતર્ગત યુક્રેનને પણ EU માં સામેલ કરવામાં આવે. યુક્રેન EUમાં સામેલ થવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. તેઓએ પણ એવી આશા વ્યક્ત કરી છે કે, યુક્રેનને ટૂંક સમયમાં યુરોપીય યુનિયન (EU) માં જગ્યા મળી જશે. તેઓએ જણાવ્યું હતું કે, 'અમે દુનિયાને દેખાડી દીધું કે, દરેક યુક્રેની વોરિયર્સ છે.'
Ukraine President Volodymyr Zelenskyy has signed an application for the membership of Ukraine in the European Union, announces Parliament of Ukraine pic.twitter.com/n6JDfh1G6k
તમને જણાવી દઇએ કે, રશિયન સૈનિકોના હુમલાના કારણે યુક્રેનની હાલત સતત ખરાબ થઇ રહી છે. યુ્ક્રેનના રાષ્ટ્રપતિ સતત વિશ્વના દેશો પાસેથી મદદનો પોકાર કરી રહ્યાં છે. ત્યારે ઘણાં દેશો યુક્રેનના સમર્થનમાં પણ આવ્યાં છે. તો, બીજી બાજુ અમેરિકા સહિત અનેક દેશોએ રશિયા પર કડક પ્રતિબંધ પણ લગાવી દીધા છે. બીજી બાજુ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ એક મોટો નિર્ણય લીધો છે. જોનસને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, બ્રિટેનમાં એરોફ્લોટ એવિએશન કંપની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. યુક્રેન પર હુમલાને ધ્યાને રાખતા જોનસન દ્વારા રશિયા પર નવા પ્રતિબંધોની રૂપરેખા પણ તૈયાર કરી લેવાઇ છે.
રશિયા વિરૂદ્ધ કડક કાર્યવાહી
રશિયા વિરૂદ્ધ હાઉસ ઑફ કોમન્સમાં રજૂ કરવામાં આવેલા આર્થિક પ્રતિબંધોના "સૌથી મોટા અને સૌથી ગંભીર પેકેજ" માં રશિયન માલિકીની બેંક VTB ની સંપૂર્ણ સંપત્તિ ફ્રીઝ કરવી અને બ્રિટનને રશિયન બેંકોને દેશની નાણાંકીય વ્યવસ્થામાંથી બહાર કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પણ પાંચ મોટી રશિયન બેન્કો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સભ્યપદ માટેની અરજી પર કર્યા હસ્તાક્ષર
જર્મનીએ રશિયા પર લાદ્યા કડક પ્રતિબંધો
આ સાથે જર્મનીએ રશિયન ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને પણ રદ કરી દીધો છે. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્જે જણાવ્યું હતું કે, તેમના દેશે નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનના પ્રમાણપત્રની પ્રક્રિયાને રોકવા માટે મહત્વનાં પગલાં લીધાં છે, કારણ કે પશ્ચિમી દેશો યુક્રેન સંકટના પગલે રશિયા સામે શિક્ષાત્મક પગલાં લઈ રહ્યાં છે. શોલ્જે જણાવ્યું કે, તેમની સરકારે આ નિર્ણય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પૂર્વ યુક્રેનના બે અલગ થયેલા પ્રદેશોને સ્વાયત્તતા આપવાના નિર્ણયના જવાબમાં લીધો છે.