ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / uk study on child death due to corona

સંશોધન / બાળકોમાં કોરોનાને લઇને UK સ્ટડીનો મહત્વનો ખુલાસો, કહ્યું,કોરોનાને કારણે બાળકોમાં મોતનું પ્રમાણ...

Published By: Khyati

Last Updated: 06:18 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોમાં કોરોનાથી થતા મોત અંગે કરવામાં આવ્યું સંશોધન, માર્ચ 2020થી ડિસેમ્બર 2021 સુધીનો કરવામાં આવ્યો સરવે

ADVERTISEMENT

  • યુકે સ્ટડીમાં ખુલાસો
  • બાળકોમાં કોરોના વાયરસથી મોતનું જોખમ ઓછું
  • માર્ચ 2020થી ડિસેમ્બર 2021ના ડેટાનું વિશ્વેષણ 

બાળકોમાં કોરોનાથી મોત થવાની શક્યતા ઘણી  ઓછી હોય છે. બ્રિટનમાં છેલ્લા 22 મહિના દરમિયાન કરવામાં આવેલા એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. સ્ટડી કરનારી ટીમે જાણ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ એવા બાળકો માટે જોખમી છે જે  જે બાળકો પહેલાથી જ ગંભીર સમસ્યાઓથી પીડિત છે. આવા બાળકોની કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામવાની શક્યતા વધારે છે.

કોરોનાથી બાળકોના મોતનું કરાયુ વિશ્લેષણ 

આ અભ્યાસ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધી કોવિડ-પોઝિટિવના કારણે થયેલા તમામ બાળકોના મૃત્યુનું વિશ્લેષણ કરીને કરવામાં આવ્યો હતો. જો કે, આ આંકડાઓ અંગે રિવ્યુ કરવાનું બાકી છે. લેખકો યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી - સરકારી જાહેર આરોગ્ય એજન્સી - લંડન યુનિવર્સિટી, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.

માર્ચ 2020 થી ડિસેમ્બર 2021ના ડેટાનું વિશ્લેષણ

સંશોધકોએ માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધીના ઈંગ્લેન્ડ માટે સક્રિય રાષ્ટ્રીય સર્વેલન્સ ડેટાનું વિશ્લેષણ કર્યું. સક્રિય નેશનલ સર્વેલન્સ કોઈપણ કેસની નજીકથી દેખરેખ રાખવા માટે જાણીતું છે. કોવિડના કિસ્સામાં, સંક્રમણને ધ્યાનમાં રાખીને આંકડા તૈયાર કરવામાં આવ્યા હતા.

કોવિડને કારણે 43.8 ટકા બાળકોના મોત

આ દરમિયાન 20 વર્ષથી ઓછી ઉંમરના 185 બાળકો અને યુવકોના મોત થયા હતા. તે તમામ કોવિડ પોઝિટિવ હતા. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી માત્ર 81 મૃત્યુ (43.8%) કોવિડને કારણે થયા છે.અભ્યાસમાં, માત્ર પોઝિટિવ રિપોર્ટના 100 દિવસની અંદર થયેલા મૃત્યુની ગણતરી કરવામાં આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Health child Corona uk study in corona કોરોનાથી મોત World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ