UK reports over 12,000 new Omicron cases, highest daily surge so far
મહામારી /
ઓમિક્રોનની સુનામી આવી આ દેશમાં, એક દિવસમાં નોંધાયા 12,133 કેસ, હવે લોકડાઉન છેલ્લો સહારો
Team VTV06:13 PM, 21 Dec 21
| Updated: 06:06 PM, 21 Dec 21
બ્રિટનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના 12,133 કેસ નોંધાતા આખી દુનિયામાં હડકંપ મચ્યો છે.
બ્રિટનમાં ઓમિક્રોનની જબરજસ્ત સુનામી
એક દિવસમાં નોંધાયા 12,133 કેસ
ક્રિસમસ પર લોકડાઉનની તૈયારી
નવેમ્બરમાં ઓળખ થયા બાદ વિશ્વમાં બ્રિટન એવો પહેલો દેશ બન્યો છે કે જ્યાં એક દિવસમાં ઓમિક્રોનના 12,133 કેસ નોંધાયા છે. ઓમિક્રોનની ઉપરાંત બ્રિટનમાં કોરોનાના પણ દૈનિક કેસનો આંકડો 10 હજારને પાર છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બ્રિટનમાં નવા વેરિયન્ટે 12 લોકોનો ભોગ લીધો
બ્રિટનમાં ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં નવા વેરિયન્ટે 12 લોકોનો ભોગ લીધો છે. જોન્સન સરકારે દેશમાં લોકડાઉન લગાડવાની તૈયારી કરી છે. સરકારને ડર છે કે જો ક્રિસમસના તહેવારમાં લોકડાઉન ન લગાડાયું તો દેશની હાલત બેકાબુ થઈ શકે છે.
ડેપ્યુટી પીએમે કહ્યું, લોકડાઉનનો ઈન્કાર નહીં
બ્રિટનના ઉપપ્રધાનમંત્રી ડોમિનિક રોબે જણાવ્યું કે બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે. ક્રિસમસ પહેલા દેશમાં લોકડાઉન લગાડવાનો ઈન્કાર ન થઈ શકે. તેમણે કહ્યું કે હજુ દેશમાં કોરોનાનું પીક આવ્યું નથી. તેથી આગામી એક મહિનામાં બ્રિટનમાં સંક્રમણની ઝડપ વધી શકે છે.
ICYMI: Another 12,133 Omicron cases have been recorded in Britain, the biggest daily increase since the COVID-19 variant was detected in the country, taking the total Omicron cases found in the country to 37,101, the UKHSA said Sunday. https://t.co/9SkjoW6XnE
બ્રિટનમાં ઓમિક્રોનથી સંક્રમિત 104 લોકો હોસ્પિટલમાં ભરતી
ઉપપ્રધાનમંત્રી ડોમિનિક રોબે જણાવ્યું કે દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત 104 લોકો હજુ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ છે. નવા નવા વિસ્તારોમાં ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે. તેમણે લોકડાઉનની સંભાવનાનો ઈન્કાર કર્યો નથી.
એક મહિનામાં 91 દેશોમાં ફેલાયો ઓમિક્રોન
સૌથી પહેલા 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળેલા ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધી દુનિયાના 91 દેશોમાં ફેલાયો છે. હજુ પણ નવા નવા દેશોમાં પગપેસારો કરી રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા 70 ઘણું વધારે સંક્રમણ ફેલાવી શકે છે.