ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / uidai unique identification authority of india how to reprint aadhar card without registered mobile number

યૂટિલિટી / ઘરે બેઠાં આધારકાર્ડને આ સરળ રીતે કરી લો રિપ્રિન્ટ, UIDAIએ આપી છે વિગતવાર જાણકારી

Published By: Bhushita

Last Updated: 09:57 AM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધારકાર્ડના વિના બેંક એકાઉન્ટ, રાશન કાર્ડ જેવા અનેક કામ અટકી જાય છે. જ્યારે તમને ખબર પડે છે કે તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે તો તમે તેને ઘરે બેઠાં રિપ્રિન્ટ કરાવી શકો છો. આ માટે UIDAIએ જાણકારી આપી છે. જો તમે નવું આધારકાર્ડ ઈચ્છો છો તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને નવું પ્રિન્ટ માટે ઓર્ડર આપી શકો છો. સંસ્થાનો દાવો છે કે અત્યારસુધી 60 લાખ ભારતીય નાગરિકો ઓર્ડર આધાર રિપ્રિન્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે. દાવાના આધારે 15 દિવસની અંદર સ્પીડ પોસ્ટની મદદથી તમે રિપ્રિન્ટેડ આધાર કાર્ડ ડિલિવર કરાશે.

ADVERTISEMENT

  • આધારકાર્ડને રિપ્રિન્ટ કરવું બન્યું સરળ
  • 15 દિવસમાં સ્પીડ પોસ્ટથી મળશે આધારકાર્ડ
  • આ ઓનલાઈન પ્રોસેસથી બની શકશે નવું રિપ્રિન્ટ કાર્ડ

UIDAI ની વેબસાઈટ અને mAadhaar  એપની મદદથી આધાર રિપ્રિન્ટ કરાવી શકાય છે. આધાર રિપ્રિન્ટ માટે એપ્લાય કર્યા બાદ આધારકાર્ડ ધારકની પાસે પોતાનો આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે VID હોવું જોઈએ. 

ખાસ વાત એ છે કે જો તમારો મોબાઈલ નંબર આધારમાં રજિસ્ટર્ડ નથી તો પણ તમે આધાર રિપ્રિન્ટ કરાવી શકો છો. તેમાં નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે ઓટીપીનું ઓપ્શન છે. 

આટલો લાગશે ચાર્જ

ધ્યાન રાખો કે આધાર રિપ્રિન્ટ કરાવવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. તેમાં GST અને સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. રિપ્રિન્ટ આધાર લેટર સ્પીડ પોસ્ટના માધ્યમથી 15 દિવસોમાં આધાર કાર્ડ ધારકના રજિસ્ટર્ડ સરનામે ડિલિવર કરી દેવાશે.

આધાર રીપ્રિન્ટની પ્રોસેસ

  • UIDAIની વેબસાઈટના આધારે રીપ્રિન્ટની પ્રોસેસ અહીં જાણો
  • સૌ પહેલાં તમારે www.uidai.gov.in પર માઈ આધાર સેક્શનમાં જઈને ઓર્ડર આધાર રિપ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યારબાદ તમને ખુલેલા પેજમાં આધાર નંબર કે VID અને સિક્યોરિટી કોડ નાંખવાનો રહેશે. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તો સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના બોક્સમાં ક્લિક કરો અને મોબાઈલ નંબર નાંખો. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો અને ટર્મ્સ અને કંડીશન્સ વાંચીને બોક્સમામં ટિક કરીને એગ્રી કરો. 
  • ત્યારબાદ આધાર રિપ્રિન્ટનો એક પ્રિવ્યૂ શો હશે. પણ નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના પ્રિવ્યૂ મળશે નહીં. 
  • પ્રિવ્યૂમાં ડિટેલ્સ ચેક કર્યા બાદ મેક પેમેન્ટ પર ક્લિક કરો. તમે ક્રેડિટ કાર્ડ , ડેબિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકો છો. અથવા ઓનલાઈન બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો. 
  • પેમેન્ટ કર્યા બાદ રસીદ નંબર, SRN, પેમેન્ટની ડેટ અને ટાઈમ, ટ્રાન્ઝેક્શન આઈડી, જેવી ડિટેલ્સ ડિસ્પ્લે થશે. તેમાં એક્નોલેજમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. તમારે SRN નંબર નોટ કરવાનો રહેશે.
  • નાંખવામાં આવેલા મોબાઈલ નંબર પર SRN ડિટેલ્સની સાથે એસએમએસ પણ આવશે.

કાર્ડનું સ્ટેટસ પણ કરી શકો છો ચેક

  • આધારકાર્ડ રિપ્રિન્ટ માટે એપ્લાય કર્યા બાદ પોતાની એપ્લીકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. UIDAIની વેબસાઈટ પર માઈ આધાર સેક્શનમાં જઈને ઓર્ડર આધાર રિપ્રિન્ટના વિકલ્પની નીચે ચેક આધાર રિપ્રિન્ટ સ્ટેટસ વિકલ્પ મળશે.
  • ડાયરેક્ટ https://resident.uidai.gov.in/check-reprint-statusની મદદથી પણ તેને વાપરી શકાય છે. આધાર રિપ્રિન્ટ સ્ટેટસ ચેક કરવા માટે નક્કી સ્પેસમાં એસઆરએન, આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખીને ચેક કરો. આ પછી આાધાર રિપ્રિન્ટનું સ્ટેટસ સામે આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar reprint UIDAI aadhar card online process આધારકાર્ડ ઓનલાઈન પ્રોસેસ રિપ્રન્ટ aadhar card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ