જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરવા માંગો છો પરંતુ જેને ચુકવણી કરવાની છે જેની પાસે કોઈ ફોન કે UPI એડ્રેસ નથી તો તમારા માટે એક સારો વિકલ્પ છે. તમે આધાર નંબર દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
આધાર નંબરથી ટ્રાન્સફર કરો પૈસા
BHIMમાં આધાર નંબરથી કઈ રીતે મોકલી શકાય પૈસા?
જાણો તેની સંપૂર્ણ વિગત અહીં
જો તમે પણ પેમેન્ટનો ડિજિટલ મોડ ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે તમે આધાર નંબરથી પેમેન્ટ કરી શકો છો. જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરવા માંગો છો પરંતુ જેને ચુકવણી કરવાની છે જેની પાસે કોઈ ફોન કે UPI એડ્રેસ નથી તો તમારા માટે એક સારો વિકલ્પ છે. જો તમે ભીમ (BHIM) યુઝર છો તો રિસીવરને Aadhaar નંબરનો ઉપયોગ કરી પૈસા જમા કરી શકો છો. આવો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા.
આધાર નંબરથી ટ્રાન્સફર કરો પૈસા
UIDAIએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જણાવ્યું કે, 'આધાર નંબરથી પૈસા મોકલવાનો આ વિકલ્પ લાભાર્થીઓને BHIM એડ્રેસમાં જોવા મળશે. તમે BHIM એપથી કોઈ પણ પૈસા મોકલતી વખતે આધાર નંબરના વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સામે વાળાની પાસે યૂપીઆઈ નથી તો પણ તેને પૈસા મળી જશે '
BHIMમાં આધાર નંબરથી કઈ રીતે મોકલી શકાય પૈસા
UIDAIએ વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર, BHIM એપમાં Aadhaar નંબરનો ઉપયોગ કરી પૈસા મોકલવા માટે લાભાર્થીનો આધાર નંબર નાખો અને વેરિફાઈ હટન પર ક્લિક કરો. ત્યાર બાદ સિસ્ટમ એ Aadhaar નંબરની લિકિંગને સત્યાપિત કરશે અને લાભાર્થીનેએ તે રકમની ચુકવણી કરવાની રહેશે.
આધારથી પૈસા મોકલવા પર આ રીતે મળશે પૈસા
UIDAI જણાવ્યા અનુસાર, BHIM એપ પર Aadhaar નંબરથી પૈસા મોકલવા પર લાભાર્થીઓને તેના DBT/Aadhaar બેસ્ડ ક્રેડિટ પ્રાપ્ત કરવા માટે પસંદ કરવેમાં આવેલા બેન્ક આતામાં પૈસા ટ્રાન્સફર થવા પર ક્રેડિટ થઈ જશે. આ ઉપરાંત તમે વ્યાપારિઓને જે Aadhaar Pay POSનો ઉપયોગ કરો છો તેને ડિજિટલ ચુકવણી કરવાના આધાર સંખ્યા અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પણ કરી શકો છો.
એકથી વધારે બેન્ક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલા હોય તો શું થશે?
ત્યાર બાદ તમને મનમાં પ્રશ્ન થશે કે કોઈ વ્યક્તિની પાસે એકથી વધારે બેન્ક એકાઉન્ટ હોય અને દરેક આધાર સાથે જોડાયેલા હોય તો આવામાં દરેક એકાઉન્ટનો ઉપયોગ ડિજિટલ ચુકવણી માટે કરવામાં આવી શકે કે નહી? Aadhaar નંબરનો ઉપયોગ કરીને ચુકવણી કરતી વખતે તમારે આ બેન્કને પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જેનાથી તમારે ચુકવણી કરવા માંગો છો. તેના હેઠળ તમે જે એકાઉન્ટને પસંદ કરશો તેના આધારથી ચુકવણી કરવા પર પૈસા તમારા એ બેન્ક એકાઉન્ટમાંથી તત્કાલ ડેબિટ થઈ જશે.