શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધનના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર
ઉદ્ધવ ઠાકરેએ AIMIM સાથે ગઠબંધનની ફગાવી ઓફર
AIMIMને ગણાવી ભાજપની 'B' ટીમ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના એક હિન્દુત્વવાદી પાર્ટી છે. તેમણે શિવસેનાને બદનામ કરવાનું બીજેપીનું ષડયંત્ર ગણાવ્યું હતું. શિવસેના મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું નેતૃત્વ કરે છે.
AIMIMને ગણાવી ભાજપની 'B' ટીમ
શિવસેનાના સાંસદો અને અન્ય પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા ઠાકરેએ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIMને ભાજપની 'B' ટીમ ગણાવી હતી. આ સાથે તેમણે હિન્દુત્વ અને અન્ય મુદ્દાઓ પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન, ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના વીડી સાવરકર પરના કથિત નિવેદનો અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં 'શાખા' સ્થાપવાના સંઘના કથિત પગલાનો પણ ઉલ્લેખ કર્યો.
શિવસેના ક્યારેય AIMIM સાથે ગઠબંધન કરશે નહીં : ઠાકરે
ઠાકરેએ કહ્યું કે શિવસેના ક્યારેય AIMIM સાથે ગઠબંધન કરશે નહીં, જે ભાજપની B ટીમ છે. ભાજપ હિંદુત્વનો ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે કરી રહી છે. ઠાકરેએ પૂછ્યું કે AIMIM સાથે ગઠબંધનની માંગ કોણે કરી છે? આ ભાજપનો ગેમ પ્લાન અને ષડયંત્ર છે. AIMIM અને BJP વચ્ચે સમજૂતી છે. ભાજપે AIMIMને શિવસેનાને બદનામ કરવા, શિવસેનાના હિંદુત્વ પર સવાલ ઉઠાવવાનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે AIMIMના નેતાઓ ગઠબંધનની ઓફર કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયગાળાથી મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળ્યો છે ગરમાવો
શિવસેનાના દાવાથી વિપરીત, તેમણે એમ પણ કહ્યું કે 2019માં સીટ વહેંચણીની વાટાઘાટો દરમિયાન ભાજપ દ્વારા તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી ન હતી."ઓછામાં ઓછા 25 MVA ધારાસભ્યો અમારા સંપર્કમાં છે કારણ કે તેઓ નાખુશ છે," ભાજપના નેતાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું. જોકે, તેમણે ધારાસભ્યોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્રમાં MVA ગઠબંધન શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને એક મંચ પર લાવીને રચવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના બીજેપીથી અલગ થયા બાદ આ ગઠબંધન થયું હતું.