ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / uddhav thackeray maharashtra cm shared story narendra modi

રાજનીતિ / મનસે પર CM ઠાકરેના આકરા પ્રહાર, PM મોદી સાથેના સંબંધને લઈને યાદ કર્યો વર્ષો જૂનો કિસ્સો, જુઓ શું કહ્યું

Published By: Kavan

Last Updated: 04:22 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં પહેલા લાઉડસ્પીકર અને ત્યારબાદ હનુમાન ચાલીસાના બહાને ઉદ્ધવ ઠાકરે સરકાર પર પ્રહારો થઈ રહ્યા છે,

ADVERTISEMENT

  • હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર વચ્ચે ઠાકરેનું નિવેદન
  • મનસે પર સાધ્યું નિશાન
  • PM મોદી સાથેના સંબંધને લઈને યાદ કર્યો કિસ્સો

જો કે, બંન્ને મામલે સરકારે પોતાનું આક્રમક રૂપ યથાવત રાખ્યું છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક કિસ્સો યાદ કર્યો હતો. 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ મનસે દ્વારા ચલાવાઈ રહેલ લાઉડ સ્પીકર હટાઓ અભિયાન પર કહ્યું હતું કે,  કેટલાક લોકો જે ધ્વજ બદલી રહ્યા છે. પહેલા  તેઓએ બિન-મરાઠી લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે તેઓ બિન-હિંદુઓ પર હુમલો કરી રહ્યા છે. માર્કેટિંગનો જમાનો છે, જો આ નહીં ચાલે તો અન્ય કાંઈ. સાથે જ તેમણે એમપણ કહ્યું હતું કે, તમામ ધર્મો માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 

If You Do Dadagiri...

યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન 

ઠાકરેએ જણાવ્યું કે, કોવિડ દરમિયાન ગંગામાંથી શબ મળી આવ્યા હતા. મને નથી લાગતું કે, આપણી પાસે ચોક્કસ આંકડો હોય કે, ઉત્તર પ્રદેશમાં કોવિડથી કેટલા લોકોને મૃત્યુ થયાં હશે. 

અમારું ધ્યાન વિકાસ અને રોજગારી પર છે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મારું ફોકસ લોકોની જિંદગી બચાવવા, રાજ્યની મહેસૂલી આવકમાં વધારો કરવા અને લોકોની રોજગારીમાં વધારો કરવા પર રહ્યું છે. 

uddhav thackeray says still believe that shiv sena wasted 25 years in alliance with bjp

મોદી સાથે મારો સંબંધ પરંતુ...

વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ વર્ષો જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા. તેમણે કહ્યું- ગોધરા કાંડની ઘટનાઓ વખતે મોદી હટાઓ અભિયાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીએ બાળા સાહેબને પૂછ્યું કે, શું મોદીને હટાવી લેવા જોઈએ, તમને શું લાગે છે? ત્યારે બાળા સાહેબે જણાવ્યું તેમને મુખ્યમંત્રી પદે યથાવત રહેવા દો. સાથે જ તેમણે એમપણ જણાવ્યું કે, મારે પ્રધાનમંત્રી મોદી સાથે આજે પણ સંબંધ અકબંધ છે પરંતુ તેનો અર્થ ગઠ બંધન નથી. 

હનુમાન ચાલીસા કરવાની એક રીત હોય છે

ઠાકરેએ કહ્યું, "અમારા કાર્યકર્તાઓને ઘંટાધારી પાસેથી હિન્દુત્વ શીખવાની જરૂર નથી. અમે ગદાધારી હિન્દુ છીએ. અમારે ઘંટાધારી હિન્દુ નથી જોઈતો." તેમણે કહ્યું કે હનુમાન ચાલીસા કરવાની એક રીત હોય છે પરંતુ કેટલાક લોકો પાસે કોઈ કામ હોતું નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ