u19 world cup team india beat bangladesh took 2 years old revenge will face australia in semifinal
U19 WORLD CUP /
બાંગ્લાદેશને 100 રન બનાવતા ફીણ આવી ગયા, પ્રચંડ જીત બાદ હવે સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા
Team VTV11:34 AM, 30 Jan 22
| Updated: 11:36 AM, 30 Jan 22
આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022ના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે 5 વિકેટથી મહત્વપૂર્ણ જીત પ્રાપ્ત કરી અને ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો.
ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે 5 વિકેટથી મહત્વપૂર્ણ જીત પ્રાપ્ત કરી
ભારતીય ટીમે ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
બાંગ્લાદેશની ઈનિંગ 111 રન પર સમેટાઈ
ભારતીય કેપ્ટન યશ ઢુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જે ખૂબ સફળ રહ્યો. ડાબા હાથના ઝડપી બોલર રવિ કુમારની શાનદાર પ્રારંભિક સ્પૈલથી ભારતીય ટીમે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપના અંતિમ ક્વાર્ટર ફાઈનલમાં ગત વખત ચેમ્પિયન રહેલી બાંગ્લાદેશને 37.1 ઓવરમાં 111 રનની અંદર સમેટી.
રવિ કુમારનું પ્રશંસનીય પ્રદર્શન
ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને સીઆરપીએફ જવાનના દીકરા રવિ કુમાર પોતાના રાજ્યના સીનિયર મોહમ્મદ શમીના પગલે બંગાળ માટે રમે છે. તેમણે બેટ્સમેનો માટે મુશ્કેલીવાળી પીચ પર સાત ઓવરમાં એક મેડન ઓવર કાઢી 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી. બાંગ્લાદેશની ટીમે એક સમયે 56 રન આપી સાત વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ એસએમ મેહરોબે 30 અને અશ્ફિર જમાએ 8મી વિકેટ માટે 50 રન આપી ટીમને 100 રનની આગળ પહોંચાડી. આ એ જ મેદાન છે, જેમાં અફઘાનિસ્તાને પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં શ્રીલંકાની સામે પોતાના 134 રનથી ઓછા સ્કોરનો બચાવ કર્યો હતો.
India are through to the #U19CWC 2022 Super League semi-final 👏
બીજી ઓવરમાં રવિ કુમારે પોતાની ઈનસ્વિંગર પર મહફિજુલ ઈસ્લામને આઉટ કર્યો. તેના ઓપનિંગ પાર્ટનર ઈફ્તાખેર હુસૈને ધીમી બોલમાં સ્કવાયર કટ લગાવવાનો પ્રયાસ કર્યો અને પોઈન્ટ પર ભારતીય વાઈસ કેપ્ટન શેખ રસીદે કેચ પકડી લીધો. પ્રાંતિક નવરોજ ક્રીઝ પર નહોતા અને રવિના બહારના બોલમાં સ્લિપમાં કૌશલ તામ્બેને કેચ આપી પેવેલિયન પહોંચી ગયા.
All Over: Sealed with a SIX
India U19 have advanced to the semi-final of #U19CWC with a 5-wicket win over Bangladesh U19 in Antigua! #BoysInBlue#INDvBAN