બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / two wheeler in price of cycle

ઑટો / સાયકલની કિંમતમાં ઘરે લઇ આવો આ ટુ-વ્હીલર, 3 વર્ષની મળશે વૉરંટી

Anita Patani

Last Updated: 02:01 PM, 16 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તા ફોન અને સસ્તા એલઇડી ટેલિવિઝન પછી, ડેટેલ ઇન્ડિયાએ હવે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પ્રતિ કિલોમીટરમાં ફક્ત 20 પૈસા ખર્ચ થશે.

  • ઇલેક્ટ્રીકલ સાધન વસાવો ઓછી કિંમતમાં
  • સાયકલની કિંમતમાં વસાવો સાધન

ઇલેક્ટ્રિક વાહનનું નામ ડેટેલ ઇઝી છે અને કંપનીનો દાવો છે કે તે વિશ્વની સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ત્રણ રંગમાં ઉપલબ્ધ છે - પર્લ વ્હાઇટ, મેટાલિક રેડ અને જેટ બ્લેક.

ભારતીય બજારમાં હજી સુધી કોઈ આર્થિક ઇલેક્ટ્રિક સ્કૂટર નથી. ડેટિલ ઇઝીની કિંમત માત્ર 19,999 રૂપિયા છે. કંપનીના જણાવ્યા મુજબ, તે ખરીદવા માટે માત્ર સસ્તુ જ નહીં, પરંતુ તેને ચલાવવાનો ખર્ચ પણ ઓછો થશે. તમે તેને કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

સૌથી મોટી વિશેષતા એ છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે કોઈ લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં. આ સિવાય તેની નોંધણી કરવાની જરૂર નથી. કંપનીનું કહેવું છે કે, આ ટુ-વ્હીલર તેમના માટે પણ ફાયદાકારક સાબિત થશે, જેને દરરોજ ટૂંકા અંતરની મુસાફરી કરવી પડે છે.

એકવાર ડીટેલ ઇઝી બેટરી પૂર્ણ ચાર્જ થઈ જાય, પછી તે 60 કિલોમીટર સુધી દોડી શકે છે. આ ટુ-વ્હિલરની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેની બેટરી 7 થી 8 કલાકમાં પૂર્ણ ચાર્જ થઈ જાય છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન આશરે 56 કિલો છે. બેટરી પર ત્રણ વર્ષની વોરંટિ હશે. જ્યારે કંપની તેના મોટર, કંટ્રોલર અને ચાર્જર પર એક વર્ષની વોરંટી આપી રહી છે. કંપની તેની સાથે મફતમાં હેલ્મેટ પ્રદાન કરી રહી છે. આ બે વાહન પર બે લોકો સવારી કરી શકે છે.

દિલ્હી બેઝ સ્ટાર્ટ-અપ કંપની ડીટેલે અગાઉ 299 રૂપિયામાં અને એઈડી ટીવી 3999 રૂપિયામાં ફીચર ફોન લોન્ચ કર્યો હતો. આ કંપનીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી. ઓનલાઇન ખરીદી માટે ગ્રાહકોએ 2500 રૂપિયાનું ડિલીવરી ચાર્જ ચૂકવવું પડશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Auto World Electric Two Wheelers automobile ટૂ-વ્હીલર automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ