બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / two more Omicron positive cases reported in jamnagar

ચિંતાજનક / BIG NEWS: ગુજરાતમાં વધુ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા, કુલ 3 પોઝિટિવ થયા

Hiren

Last Updated: 12:47 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા
  • અગાઉના ઓમિક્રોન દર્દીના 2 સંબંધીના રિપોર્ટ પોઝિટિવ
  • અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 3 ઓમિક્રોન કેસ નોંધાયા

ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. ઓમિક્રોનના જામનગરમાં વધુ બે પોઝિટિવ કેસો આવ્યા છે. પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા છે. પાંચ દિવસ પૂર્વે 2 વ્યક્તિઓના રિપોર્ટ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા. 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે.

આ અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા થયેલા દર્દીને ત્યાં ટ્યુશન જતા સાત વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ 7 વિદ્યાર્થીઓના ઓમિક્રોનના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. પહેલા ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પત્ની અને સાળો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ફરી કહેર શરૂ થયો છે. 10 કોરોના પોઝિટિવ રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે. રાજસ્થાનના જયપુરમાં લગ્ન સમારોહમાં ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તેઓ જામનગરના ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં ગયા હતા. જામનગરના ઉદ્યોગપતિને ખુદ કોરોના થતા ટેસ્ટ માટે અપીલ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોની યાદી તંત્રને અપાઇ છે.

તો રાજકોટના પણ ત્રણ લોકો લગ્નમાં ગયા હતા. તેમના પણ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં આવેલ ત્રણ કેસમાંથી એક મહિલા તબીબ પણ છે. જયપુર અને જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારને કોરોના સંક્રમણ થયું છે.

સાથે દ્વારકાના ખંભાળિયાની મહિલા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજસ્થાન લગ્નથી પરત આવ્યા બાદ મહિલા કોરોના પોઝિટિવ આવી છે. જયપુર લગ્નમાં વિદેશથી પણ મેહમાન આવ્યા હતા. લગ્નમાં ગયેલા સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના સંક્રમિત છે. ઉદ્યોગપતિના ઘરના 4 લોકો સહિત સૌરાષ્ટ્રના 37 કોરોનામાં સપડાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ