બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / two children drowned in tharad idhata distri canal at banaskantha

દુ:ખદ / થરાદમાં ન્હાવા પડેલા બે બાળકોના મોતથી ગામમાં અરેરાટી, પરિજનોનું હૈયાફાટ રુદન

Dhruv

Last Updated: 11:31 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ગઈ કાલે 3 બાળકો કેનાલમાં ન્હાવા ગયા હતાં જેમાંથી બે બાળકોના મોત થયા તો એકને બચાવી લેવાયો.

  • થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત
  • બે બાળકોના મૃત્યુ થયા, એકને બચાવી લેવાયો
  • તાજેતરમાં જ મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતાં

બનાસકાંઠાના થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ગઈ કાલે 3 બાળકો કેનાલમાં ન્હાવા ગયા હતાં, જેમાં બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકને બચાવી લેવાયો છે. આ ઘટના બાદ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં ભારે માતમ છવાઇ ગયો છે. આ રીતે અચાનક બે બાળકોના મોત થઇ જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જણાવી દઇએ કે, સ્થાનિક લોકોએ બે બાળકોના મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યા હતાં.

મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતાં

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હળવદ પંથકમાં મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ખેત શ્રમિકોના 3 અને 5 વર્ષના દીકરાઓના મૃત્યુ થતા પરિવારજનમાં ભારે શોક ફેલાઇ ગયો હતો. બીજી બાજુ મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબતા તેમાંથી 1નું મોત નીપજ્યું હતું તો ભાવનગરની સુકાવો નદીમાં પણ એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

તાજેતરમાં જ મહેસાણાના બે ભાઇ કેનેડા દરિયામાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું હતું

મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબ્યા હતાં જેમાં ઝરીન બારોટ નામનો યુવક તેના ભાઈ સાથે સમુદ્રની નજીક આવેલી ઊંચાઈ વાળી જગ્યા પર ગયા હતાં. જ્યાંથી અચાનક  પગ લપસતા એક ભાઇ સમુદ્રમાં ડૂબી ગયો હતો. જેને જોઇ બીજો ભાઈ પણ સમુદ્રમાં કૂદયો અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ઘટનામાં ઝરીન બારોટ નામના યુવકનું સમુદ્રમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ