બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Politics / Twitter war between Jairam Ramesh and Hemant Biswa over North East election results

દાવો / ત્રણ 'S'એ મળીને પ્લાન..., મેઘાલયના ગઠબંધનને લઇ જયરામ રમેશે કટાક્ષ કરતા આસામના CMએ કહ્યું 'કોંગ્રેસ...'

Priyakant

Last Updated: 08:53 AM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયરામ રમેશે ચૂંટણી પરિણામો પર ટ્વીટ કર્યું, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમને ટોણો માર્યો હતો

  • પૂર્વોત્તરના ચૂંટણી પરિણામને લઇ ભાજપ-કોંગ્રેસ આમને-સામને
  • જયરામ રમેશ અને હેમંત બિસ્વા વચ્ચે ટ્વિટર યુધ્ધ 
  • નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી

ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે, જ્યારે મેઘાલયમાં ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને સમર્થન આપ્યું છે. બીજી તરફ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને નબળા પરિણામો મળ્યા છે. જોકે જ્યારે જયરામ રમેશે ચૂંટણી પરિણામો પર ટ્વીટ કર્યું ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમને ટોણો માર્યો હતો. 

શું કહ્યું હતું જયરામ રમેશે ? 
જયરામ રમેશે ટ્વીટ કરીને પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ જીતેલી બેઠકો વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યું, "આજની વિધાનસભા ચૂંટણીના પરિણામો - INC 33 વર્ષ પછી મહારાષ્ટ્રમાં કસ્બા પેઠ જીતી, પશ્ચિમ બંગાળમાં સાગરદિઘી બેઠક કોંગ્રેસે 51 વર્ષ પછી જીતી, કોંગ્રેસ ત્રિપુરામાં 0 થી 5 બેઠકો પર, મેઘાલયમાં 5 બેઠકો (21 વર્તમાન ધારાસભ્યોને હાઇજેક કરવા છતાં)". 

હિમંતા બિસ્વાએ જયરામ રમેશને આપ્યો જવાબ 
હિમંતા બિસ્વા સરમાએ જયરામ રમેશના આ ટ્વીટનો જવાબ આપ્યો. તેમણે લખ્યું, ત્રણ રાજ્યોની હારને સિદ્ધિમાં ફેરવી દે તેવી કથા બનાવીને અસ્પષ્ટતામાં જીવવાની કોંગ્રેસની ક્ષમતાની પ્રશંસા થવી જોઈએ!

મહત્વનું છે કે, જયરામ રમેશે મેઘાલયમાં NPP અને BJP વચ્ચે ચૂંટણી પછીના ગઠબંધન પર કટાક્ષ કર્યો. તેણે આ 'ગેમ'નો શ્રેય ત્રણ S એટલે કે (અમિત) શાહ, (હિમંતા બિસ્વા) સરમા અને (કોનરાડ) સંગમાને આપ્યો. રમેશે ટ્વીટર પર લખ્યું, આ ત્રણેય એસ - શાહ, સરમા અને સંગમા દ્વારા રમાયેલ એક સુનિયોજિત રમત છે.

આ તરફ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટીના સુપ્રીમો કોનરાડ સંગમાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફોન કર્યો હતો અને નવી સરકાર બનાવવા માટે તેમનો ટેકો અને આશીર્વાદ માંગ્યા હતા. બીજી તરફ સંગમાએ એનપીપીને સમર્થન આપવા બદલ ભાજપનો આભાર માન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ