બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 02:49 PM, 13 May 2022
ADVERTISEMENT
ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે કંપનીના બે મોટા એક્ઝિક્યૂટિવ મેમ્બરને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. ટ્વિટરના કંઝ્યૂમર પ્રોડક્ટના જનરલ મેનેજર Kayvon Beykpour અને રેવેન્યૂના જનરલ મેનેજર Bruce Falckને ટ્વિટરમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી. હકીકતમાં જોઈએ તો, એલન મસ્કની બાયઆઉડ ડીલ અત્યાર સુધી પુરી થઈ શકી નથી. મસ્કે ગત મહિને 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી.
કંપની છોડ્યા બાદ મેનેજરે કહી આ વાત
ADVERTISEMENT
Kayvon Beykpourએ કંપનીમાંથી કાઢ્યા બાદ જણાવ્યું હતું કે, તે ટ્વિટર સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલ છે. તો વળી હવે પરાગ અગ્રવાલે તેમને કંપની છોડવાનું કહ્યું છે કારણ કે, તે ટીમને એક અલગ દિશામાં લઈ જવા માગતા હતા. તેમણે એવું પણ કહ્યું કે, કંપનીમાંથી કાઢવાનો નિર્ણય મારો નથી, પણ પરાગે મને આવું કરવા કહ્યું. આ ઉપરાંત Bruce Falck પણ ટ્વિટ કરીને કહ્યું કે, હું મારા તમામ સાથીઓને થેંક્સ કહેવા માગુ છું. Falck પણ છેલ્લા પાંચ વર્ષથી કંપની સાથે જોડાયેલ હતો.
હાયરિંગ પર પણ રોક લગાવી
તો વળી આ દરમિયાન Jay Sullivan પ્રોડક્ટના ચીફ અને રેવન્યૂના વચ્ચગાળાના ચીફ બંને તરીકે કામ કરી રહ્યા હતા. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પરાગ અગ્રવાલે સતાવાર ઈમેલમાં બંને એક્ઝિક્યૂટિવને કંપની છોડવાની જાહેરાત કરી હતી. કહેવાય છે કે, આ જ ઈમેલમાં પરાગ મોટા ભાગની હાયરિંગ પર રોક લગાવાનો પણ ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમણે એ વાત પણ જણાવી છે કે, હાલમાં કર્મચારીઓને હટાવાનો કોઈ પ્લાન નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.