બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Twitter CEO Jack Dorsey to Step Down, Parag Agrawal Appointed Successor

સોશિયલ મીડિયા / BIG NEWS : આ ભારતવંશી બન્યા Twitterના નવા CEO, જૈક ડોર્સીએ આપ્યું રાજીનામું

Hiralal

Last Updated: 11:09 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા જગતની મોટી ખબર છે. જૈક ડોર્સીએ Twitterના CEO પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે.

  • સોશિયલ મીડિયા જગતની મોટી ખબર 
  • જૈક ડોર્સીએ Twitterનું CEO પદ છોડ્યું 
  • પરાગ અગ્રવાલ બન્યા Twitterના નવા CEO 

જૈક ડોર્સીએ ટ્વિટર એકાઉન્ટ પર તેમના રાજીનામાનો પત્ર શેર કર્યો હતો. ડોર્સીએ જણાવ્યું કે મેં સીઈઓ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે કંપની હવે નવા સંસ્થાપકો સાથે આગળ વધવા તૈયાર છે. નવા સીઈઓ પરાગ અગ્રવાલ અંગે તેમણે જણાવ્યું કે મને પરાગ પર પૂરો ભરોસો છે તેઓ 10 વર્ષથી કંપનીમાં શાનદાર કામ કરી રહ્યાં છે. ટ્વિટરે જાહેરાત કરી છે કે ડોર્સી 2022 સુધી ટ્વિટરના બોર્ડના ચાલુ રહેશે.  

પરાગ અગ્રવાલને ટ્વિટરના નવા સીઈઓ
ટ્વિટરે ભારત મૂળના પરાગ અગ્રવાલને નવા સીઈઓ નિયુક્ત કર્યાં છે.  જૈક ડોર્સી તેમના ઉત્તરાધિકારી પરાગને કંપનીની કમાન સોંપશે. સૂત્રોના જણાવ્યાનુસાર, કંપનીના બોર્ડે ગત વર્ષથી ડોર્સીના રાજીનામાની તૈયારી કરી રહ્યો હતો. 

પોતાની નિમણૂક પર શું બોલ્યા નવા સીઈઓ પરાગ અગ્રવાલ

પોતાની નિમણૂક પર બોલતા નવા સીઈઓ પરાગ અગ્રવાલ જણાવ્યું કે હું મારા પર વિશ્વાસ કરવા અને મારા નેતૃત્વ હેઠળ બોર્ડનો આભાર માનું છું. હું જેકની સતત માર્ગદર્શકતા, સહકાર અને ભાગીદારી માટે આભારી છું. હું જેક ડાર્સીના નેતૃત્વ હેઠળ કંપની દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓને આગળ વધારવા તૈયાર છું.  અગ્રવાલે કહ્યું કે, આખી દુનિયા અત્યારે અમને જોઈ રહી છે. આજના સમાચારો પર લોકો જુદા જુદા મંતવ્યો પ્રદર્શિત કરશે. આ એટલા માટે છે કારણ કે તેઓ ટ્વિટર અને આપણા ભવિષ્યની પરવા કરે છે. આ સંકેત છે કે આપણા કાર્યનું મહત્વ છે. ચાલો આપણે વિશ્વને ટ્વિટરની સંપૂર્ણ ક્ષમતાઓ બતાવીએ.

ડોર્સીએ કેમ આપવું પડ્યું રાજીનામું?
નાણાકીય કંપની સ્કાયરના સીઈઓ હોવાને કારણે જૈક ડોર્સીને ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપવાની નોબત આવી છે. જૈક ડોર્સી એકસાથે બે મોટી કંપનીના સીઈઓ કેવી રીતે રહી શકે અને શું તેઓ એકીસાથે બન્ને કંપનીઓને સારી રીતે ચલાવી શકશે તેવા સવાલ  મોટા રોકાણકારો ઉઠાવવા લાગ્યા હતા. મોટા રોકાણકારોની આ ચિંતા ટાળવા જૈક ડોર્સીએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ