બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / Twin engineer sisters from Maharashtra marry same man, videos goes viral

અજીબ પ્રસંગ / VIDEO : નસીબદાર કે નસીબનો ફૂટેલો ! જોડિયા બહેનને પરણીને છવાયો છોકરો, જુઓ મજાનો વીડિયો

Hiralal

Last Updated: 03:17 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુરમાં આજકાલ એક અજીબ લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પિંકી અને રિંકી નામની બે જોડિયા બહેનોએ એક જ પતિ પસંદ કર્યો હતો.

  • મહારાષ્ટ્રના સોલાપુરમાં અજબ લગ્ન
  • જોડિયા બહેનોએ એક દુલ્હા સાથે કર્યાં લગ્ન
  • લગ્નનો વીડિયો થયો વાયરલ 

મહારાષ્ટ્રના સોલાપુરની જોડિયા બહેનોના લગ્ન ચર્ચાસ્પદ બન્યાં છે. પિંકી અને રિંકી નામની જોડિયા બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.  સોલાપુર જિલ્લાના માલસિરામાં રવિવારે એક અજીબ લગ્ન થયા હતા. અહીની પિંકી અને રિંકી નામની જોડિયા બહેનોએ અતુલ નામના આઈટી એન્જિનિયર સાથે લગ્ન કર્યાં હતા. મજાની વાત એ છે કે બન્ને બહેનોને એક જ છોકરો ગમી ગયો હતો અને રવિવારે બન્નેએ વારાફરતી વરમાળા પહેરાવીને અતુલને પોતાનો પતિ માન્યો હતો. જાણકારી અનુસાર બંને બહેનો જોડિયા છે અને આઈટી એન્જિનિયર છે. બંને મુંબઈની એક કંપનીમાં પણ કામ કરે છે.

પિતાની તબિયત લથડી ત્યારે થઈ ઓળખાણ 
આ બહેનોએ જણાવ્યું હતું કે તેમના લગ્ન તેમના માતાપિતાની સંમતિથી થયા હતા. વરરાજાના પરિવારના સભ્યો આ લગ્ન માટે સંમત થયા એટલું જ નહીં, તેમણે સંપૂર્ણ સહકાર પણ આપ્યો. તેણે કહ્યું કે તે વરરાજા અતુલને ઘણા સમયથી ઓળખે છે. એક વખત પિતાની તબિયત લથડી હતી ત્યારે અતુલ તેના પિતાને પોતાની કારમાં ઇમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલ લઇ ગયો હતો. અહીં જ અમારી ઓળખાણ થઈ જે આગળ જતાં પ્રેમમાં ફેરવાઈ ગઈ અને ત્યાર બાદ બંનેએ સાથે લગ્ન કરવાનું અને આખું જીવન એક સાથે વિતાવવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન બાદ માતાના ઘરે રહેવાનો નિર્ણય 
જોડીયા બહેનોના પિતાનું લગ્ન પહેલા જ અવસાન થયું હતું. લાંબા સમય સુધી આ બંને બહેનો પોતાની માતા સાથે રહેતી હતી. આખરે લગ્ન બાદ બંને બહેનોએ પોતાના પતિ સાથે માતાના ઘરે રહેવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બન્યાં લગ્ન 
આ લગ્ન સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બની ગયા છે. લોકો આ વીડિયોને ટ્વિટ અને રિટ્વીટ કરી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો આ લગ્નને અનૈતિક ગણાવી રહ્યા છે, તો કેટલાક પૂછી રહ્યા છે કે તેમાં ખોટું શું છે. જો કોઇ તેનો વિરોધ કરી રહ્યું છે તો મોટી સંખ્યામાં લોકો પણ આ લગ્નના સમર્થનમાં છે. જો કે લગ્ન બાદ વર-વધૂ બંનેને કોઈ ફરક પડતો નથી અને ત્રણેય સાથે મળીને જીવનના નવા પડાવ તરફ આગળ વધ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
આ ઘટના સોલાપુર જિલ્લાના માલસિરાસ તાલુકાની છે. આ અનોખા લગ્નનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કોઈ આ લગ્નનો વિરોધ કરી રહ્યું છે, તો કોઈ મજાક ઉડાવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ