બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Turmeric Astro Tips for the auspiciousness of jupiter

જ્યોતિષ શાસ્ત્ર / માત્ર એક ચપટી હળદરથી થશે કુંડળીમાં ગુરૂ ગ્રહ દોષનું નિવારણ! જાણો કેવી રીતે?

Vikram Mehta

Last Updated: 08:54 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ ગ્રહ 22 એપ્રિલના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ અને રાહુની યુતિના કારણે ચાંડાલ યોગ બનશે. ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે હળદર સાથે જોડાયેલ આ ઉપાય જરૂરથી કરો.

  • ગુરુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે.
  • ગુરુ અને રાહુની યુતિથી બનશે ચાંડાલ યોગ. 
  • હળદર સાથે જોડાયેલ આ ઉપાય જરૂરથી કરો. 

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને દેવગુરુ માનવામાં આવે છે, જે જીવનમાં ધર્મ, આધ્યાત્મ, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. જ્યોતિષ શાસ્ત્ર નુસાર ગુરુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે અને સમાજમાં માન તથા સમ્માન પ્રાપ્ત થાય છે અને અશુભ હોય તો અશુભ પરિણામ આપે છે. પંચાંગ અનુસાર ગુરુ ગ્રહ 22 એપ્રિલના રોજ સવારે 05:13 વાગ્યે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, રાહુ પહેલેથી મેષ રાશિમાં બિરાજમાન છે. ગુરુ અને રાહુની યુતિના કારણે ચાંડાલ યોગ બનશે, જેના કારણે વૃષભ, કન્યા, તુલા, વૃશ્વિક, મકર અને કુંભ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે હળદર સાથે જોડાયેલ આ ઉપાય જરૂરથી કરો. 

એક ચપટી હળદરથી ચમકી જશે ભાગ્ય

  • કુંડળીમાં ગુરુ ગ્રહનો દોષ હોય અથવા શુભ પરિણામ મળતું નથી, તો તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. હળદરને ગુરુ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે. સ્નાન કરતા સમયે દરરોજ નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખવામાં આવે તો ગુરુ તે વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે. જેના કારણે બગડેલા કામ પણ સુધરવા લાગે છે અને સુખ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 
  • કુંડળીમાં ગુરુ ગ્રહનો દોષ હોય તો દરરોજ પૂજામાં હળદરનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ અથવા ગુરુવારે ભગવાન વિષ્ણુને એક ચપટી હળદર ચઢાવવામાં આવે તો ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનું મંદિર ના હોય તો કેળાના ઝાડ પર એક ચપટી હળદર અર્પણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 
  • તમને એવું લાગી રહ્યું હોય કે, તમારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે અથવા ઘરમાં અનેક સંકટ આવી રહ્યા છે, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. દરરોજ સવારે સ્નાન ધ્યાન કર્યા પછી ગંગાજળમાં હળદર મિશ્ર કરી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. આ પ્રકારે કરવાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Jupiter Turmeric Astro Tips astro tips jyotish shastra એસ્ટ્રો ટીપ્સ એસ્ટ્રોલોજી ગુરુ jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ