બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / turkmenista visit president ram nath kovind said india s position on russia ukraine conflict

BIG NEWS / રશિયા -યુક્રેન જંગ પર આવ્યું ભારતનું નિવેદન: દુનિયાએ કહ્યું- આને કહેવાય સ્ટેન્ડ, વી લવ ઈંડિયા

Pravin

Last Updated: 02:44 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે ભારતે શરૂઆતથી જ તટસ્થ વલણ અપનાવ્યું છે, જો કે, ભારતના આ વલણથી ઘણા દેશોને મરચા પણ લાગ્યા છે, જો કે ભારતે જે સ્ટેન્ડ લીધું છે. તેનાથી ચારેતરફ વખાણ પણ થઈ રહ્યા છે.

  • રશિયા અને યુક્રેન જંગ વચ્ચે ભારતનું વલણ
  • ભારતની ભૂમિક શું હશે તે સ્પષ્ટ કરવા વિશ્વના દેશોની મથામણ
  • ભારતે અત્યાર સુધી તટસ્થ નીતિ અપનાવી છે

રશિયા યુક્રેન જંગને લઈને અમેરિકા અને નાટોએ સ્પષ્ટ કર્યું છે કે, જે પણ દેશ રશિયાનો સાથ આપશે, તેની સાથે વેપાર કરશે, તે દેશના ભુક્કા બોલાવી દેશે. જે બાદ જેટલા પણ નાના મોટા દેશ છે, રશિયા સાથે વેપાર કરે છે. તેમણે રશિયાથી અંતર બનાવી લીધું. ભારત અને રશિયાની દોસ્તી જૂની છે અને અમેરિકા ઈચ્છે છે કે, ઈંડિયા પુતિન વિરુદ્ધ બોલે. પણ ભારતને શું કરવું જે તે ખૂબ જ સારી રીતે આવડે છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓયલ ખરીદ્યું તો,  અમેરિકાને બરાબરના મરચા લાગ્યા અને ધમકી આપવા લાગ્યું કે, ભારતને તેનું ભયંકર પરિણામ ભોગવવું પડી શકે છે. પણ ભારતે તેના પર કહ્યું કે, અમારે દુનિયા પાસેથી શિખવા જરૂર નથી, કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેની સાથે જ સંયુક્ત રાષ્ટ્રમાં પણ રશિયા વિરુદ્ધના વોટિંગમાં ભારતે ભાગ લીધો નહોતો. જે બાદ પુતિન ઘણાં ખુશ થઈ ગયા હતા. હવે ભારતે યુક્રેન સંકટને લઈને જે નિવેદન આપ્યું છે, તેની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને વખાણ પણ થઈ રહ્યા છે. ભારતના આ સ્ટેટમેંટ બાદ દુનિયા ફરી એક વાર ભારત સાથે પોતાના સંબંધો જોડી રાખવા માટે મજબૂર બન્યા છે. 

રામનાથ કોવિંદ તુર્કમેનિસ્તાનમાંથી આપ્યું નિવેદન

હકીકતમાં જોઈએ તો, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તાજેતરમાં જ ત્રણ દિવસીય તુર્કમેનિસ્તાનના પ્રવાસે હતા. તેમણે અશ્ગાબાતમાં કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને અન્ય દેશોની અપેક્ષા ભારતના રશિયા વલણ વધારે દ્રઢ અને સુસંગત રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત યુક્રેનમાં ખરાબ થઈ રહેલી માનવીય હાલતને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ભારતનું વલણ ખૂબ જ તટસ્થ છે. તેમણે આગળ કહ્યું કે, અમે એ વાત પર ભાર આપ્યો છે કે, હાલની વૈશ્વિક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને ક્ષેત્રિય અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાના સન્માનમાં રહેલી છે. 

વિદેશનીતિ પર રાષ્ટ્રપતિએ વિશ્વાસ અપાવ્યો

તેની આગળ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે બગતી માનવીય સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છીએ. અમે હિંસા અને શત્રુતાને તાત્કાલિક ધોરણ સમાપ્ત કરવા અને વાતચીત તથા કૂટનીતિના રસ્તે પાછા આવવાનું આહ્વાન કર્યું છે. અમે યુક્રેનમાં માનવીય સહાયતા પણ આપી છે. 

તેની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું કે, ભારત અને તુર્કમેનિસ્તાન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાનની મજબૂતીનું સમર્થન કરે છે. તથા યુદ્ધના કારણે તબાહ થયેલા આ દેશની સંપ્રભુતા, એકતા અને ક્ષએત્રિય અખંડિતતા પર ભાર આપે છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના પાડોશી હોવાના નાતે અમે બંને દેશ કાબુલ ઘટનાક્રમને લઈને સ્વાભાવિક રીતે ચિંતિત છીએ. અમે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાનની મજબૂતીનું સમર્થન કરીએ છીએ અને તેની સંપ્રભુતા, એકતા તથા ક્ષેત્રિય અખંડિતતા પર ભાર આપી છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ