બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tughlaqi rule for government employees here, order to keep the phone open for seven days and 24 hours

ફરમાન / અહીં સરકારી કર્મચારીઓ માટે તુઘલખી નિયમ, સાતે દિવસ અને 24 કલાક ફોન ચાલુ રાખવા ફરમાન

ParthB

Last Updated: 02:11 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં સરકારી કર્મચારીઓની પરેશાનીઓ ઓછી નથી થઈ રહી.જેની વચ્ચે હવે ઈન્દોરના CMHOનો તુઘલકી આદેશ સામે આવ્યો છે

  • ઈન્દોરના CMHOનો તુઘલખી આદેશ
  • CMHOએ 24 કલાક મોબાઈલ ચાલુ રાખવા માટે કહ્યું 
  • આ આદેશના વિરોધ થતાં 4 કલાકમાં રદ્દ કર્યો  

ઈન્દોરના CMHOનો તુઘલખી આદેશ

કોરોના કાળમાં સરકારી કર્મચારીઓની પરેશાનીઓ ઓછી નથી થઈ રહી. ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સૌથી વધુ પરેશાન છે. હવે ઈન્દોરના CMHOનો તુઘલકી આદેશ સામે આવ્યો છે, જેમાં કર્મચારીઓને શનિવારે પણ કામ પર આવવા અને 24 કલાક મોબાઈલ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, આ આદેશનો વિરોધ થતાં ચાર કલાકમાં જ તેને રદ કરીને બીજો આદેશ બહાર કાઢવામાં આવ્યો હતો.

CMHOએ 24 કલાક મોબાઈલ ચાલુ રાખવા માટે કહ્યું 

ગુરુવારે ઈન્દોરના CMHO ડૉ. બી.એસ. સેત્યા દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. શનિવારે પણ તમામ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ પર આવે તેવું જણાવાયું હતું. ઓર્ડરની સાથે તમારા મોબાઈલને 24X7 ચાલુ રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી. CMHOએ કહ્યું કે આ સૂચનાઓનું પાલન કરવાનું સુનિશ્ચિત કરો. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં દોષિત જણાશે તો સંબંધિતો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.જેનાથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. અધિકારીઓની સાથે કર્મચારી સંગઠનોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.

આ આદેશના વિરોધ થતાં 4 કલાકમાં રદ્દ કર્યો  

CMHO દ્વારા જાહેર કરાયેલા આ આદેશના વ્યાપક વિરોધને કારણે ચાર કલાકમાં રદ્દ કર્યો હતો બાદમાં CMHOએ બીજો આદેશ બહાર પાડ્યો હતો. જેમાં સૂચના આપવામાં આવી હતી કે સુચારૂ કામગીરી માટે શનિવારે અગાઉ જે આદેશ જાહેર કરાયો છે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે. બાદમાં આ મામલે સીએમએચઓ ડો. સેટ્યાએ જણાવ્યું કે કોવિડ અને રસીકરણને કારણે સીએમ હેલ્પલાઈનના કામ સહિત ઘણા કામ બાકી છે. આ કારણે આદેશ જારી કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને રદ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ