બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Trivitron Healthcare develops RTPCR test kit to detect monkeypox virus

રાહતના સમાચાર / મંકીપોક્સ વાયરસ સામે પહેલી સફળતા, ભારતમાં ટેસ્ટિંગ માટે RTPCR આધારિત કીટ વિકસાવવામાં આવી

Mayur

Last Updated: 10:01 AM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના 20 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂકેલા મંકીપોકસ વાયરસના કારણે ભયનો માહોલ છે. ત્યારે ભરતમાં તેણી ચકાસણી માટેની RTPCR આધારિત કીટ વિકસાવવામાં આવી હોવાના દાવાથી એક રાહતના સમાચાર મળ્યા છે.

  • મંકીપોક્સ વાયરસને લઇને દેશભરમાં એલર્ટ
  • ત્રિવિત્રન હેલ્થકેરે મંકીપોક્સ વાયરસને શોધવા માટે કીટ વિકસાવી
  • રીઅલ-ટાઇમ પીસીઆર-આધારિત કીટ આવી ગઈ 

વિશ્વના 20થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાયો
દુનિયાના 20 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂકેલા મંકીપોકસ વાયરસના કારણે ભય ફેલાઈ ચૂક્યો છે. રાહતની વાત એ છે કે આ વાયરસ હજુ સુધી ભારત પહોંચ્યો નથી. ભારતમાં મંકીપોકસનો કોઈ કેસ સામે આવ્યો નથી. પણ ફરીથી કોઈ મહાસંકટ ન આવે માટે તેના સામે બચવા માટે મેડિકલ જગતમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને શુક્રવારે ટ્રીટમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ બનાવટી કંપની ત્રિવિત્રન હેલ્થકેરે જાહેરાત કરી હતી કે ભારતમાં મંકીપોકસના સંક્રમણની જાણકારી મેળવવા માટે રિયલ ટાઈમ પીસીઆર બેઝ્ડ કીટ વિકસાવવામાં આવી છે. 

વિશ્વભરમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ

નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વ હજુ કોરોનામાંથી બહાર આવ્યું નથી કે આ વાયરસના વધતા સંક્રમણે સનસનાટી મચાવી દીધી છે. આ વાયરસ એક સમયે પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના દેશો સુધી સીમિત હતો પરંતુ હવે તે વૈશ્વિક સ્તરે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનું સંક્રમણ 20 થી વધુ દેશોમાં ફેલાયું છે. વિશ્વભરમાં લગભગ 200 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 100 થી વધુ શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.

ઓર્થોપોક્સ વાયરસ જીન સાથે સંબંધિત

એક હેલ્થકેર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે ભારત હંમેશા વિશ્વને મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે વિશ્વને ખૂબ જ ઉત્સાહથી મદદ કરી હતી. વિશ્વને અત્યારે મદદની જરૂર છે. એક તરફ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના જણાવ્યા અનુસાર  મંકીપોક્સ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ સાથે સંબંધિત છે.

આ ચાર જીન RT-PCR કીટ છે જેના દ્વારા ઓર્થોપોક્સ ગ્રુપના વાયરસ ઓળખવામાં આવે છે. આ કિટ સૌપ્રથમ ઓર્થોપોક્સ ગ્રુપના વાયરસને ઓળખે છે. પછી અનુક્રમે મંકીપોક્સ અને શીતળા વાયરસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. અંતે તે માનવ કોષમાં આંતરિક નિયંત્રણ શોધી કાઢે છે. હાલમાં આ કીટ માત્ર સંશોધન માટે જ ઉપલબ્ધ છે. ત્રિવિત્રનની ભારત, યુએસએ, ફિનલેન્ડ, તુર્કી અને ચીનમાં પણ શાખાઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ