બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Triple accident on new racecourse ring road in Rajkot

અકસ્માત / રાજકોટમાં આયસરને ઓવરટેક કરવા જતા કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત, એકનું કમકમાટીભર્યું મોત

Kiran

Last Updated: 03:08 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા રિંગરોડ-2 પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત જ્યારે 4 લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. મોડી રાત્રે સર્જયો હતો આયસર,બાઈક અને કાર વચ્ચે અકસ્માત

  • રાજકોટના નવા રિંગરોડ-2 પર ત્રિપલ અકસ્માત 
  • આયસર,બાઇક અને લક્ઝરી કાર વચ્ચે અકસ્માત
  • મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ

રાજકોટમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તનું મોત નિપજ્યું હતું, જ્યારે ચાર જેટલા લોકોને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવા રિંગરોડ પર મોડી રાત્રે બંધ પડેલા આયસરને ઓવરટેક કરવા જતા કાર ચાલકનો અકસ્માત સર્જાયો હતો જો કે લક્ઝરી કારની એરબેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. 

આયસર,બાઇક અને લક્ઝરી કાર વચ્ચે અકસ્માત

આ ઘટનામાં રોડ પર બાઈક લઈને આવેલા યુવકનું અડફેટે આવતા તેનું મોત નિપજ્યું હતું, મહત્વનું છે કે કાર ચાલક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે રોડ પર પાર્ક કરેલા આયસરમાં કાર ચાલક ઘૂસી ગયો હતો જોકે કાર ચાલકની એરબેગ ખુલી જતા તેનો આબાદ બચાવ થયો હતો જ્યારે આયસર ચાલક બોલાવેલા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું 

મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ

આયસર, બાઈક અને લક્ઝરી કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે કાર ચાલકની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આયસરનું ટાયર પંચર થઈ જતા આયરસનું ટાયર બદલતા એક યુવક અડફેટે આવ્યો હતો જેમાં તેનું મોત નિપજ્યુ હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ