travel irctc latest news update non veg in sattvik trains ban on eating and carrying
મોટો નિર્ણય /
રેલવેમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો, આ વસ્તુ લઈ જવા પર પણ મુકાશે પ્રતિબંધ
Team VTV03:38 PM, 19 Nov 21
| Updated: 03:40 PM, 19 Nov 21
થોડા સમયમાં ટ્રેનોમાં નોનવેજ ખાવામાં અને સાથે લઇ જવામાં પ્રતિબંધ આવશે. આ નિયમ દેશભરની એવી બધી ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે, જે ધાર્મિક સ્થળોએ જાય છે. ભારતીય રેલવેએ તેના માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
થોડા સમય પછી ટ્રેનોમાં નોનવેજ ખાવામાં અને લઇ જવા પર લદાશે પ્રતિબંધ
ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં આ નિયમ ખાસ લાગુ કરાશે
જેના માટે ટ્રેનોને સાત્વિક ટ્રેનોનું સર્ટીફિકેટ આપવામાં આવશે
ધાર્મિક સ્થળે જનારી દરેક ટ્રેનોમાં લાગુ કરાશે
આ નિયમ એકસાથે લાગુ ન કરીને ધીમે-ધીમે ધાર્મિક સ્થળે જનારી દરેક ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે. આ ટ્રેનોને સાત્વિક ટ્રેનોનું સર્ટીફિકેટ આપવામાં આવશે. જેના માટે ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશને સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. કાઉન્સિલ આ ટ્રેનોને સર્ટીફિકેટ આપશે. ત્યારબાદ ટ્રેનો સાત્વિક થશે.
ભારતીય રેલવેએ નવી પહેલ શરૂ કરી
ટ્રેનોમાં પ્રવાસ કરતા ઘણાં બધા મુસાફરો ટ્રેનોમાં પીરસવામાં આવતુ ખાવાનું એટલા માટે ખાતા નથી કે તેમને આ વાતની ખબર હોતી નથી કે ખાવાનુ આખુ વેજીટેરિયન અથવા હાઈજેનિક છે. એટલેકે ખાવાનું બનાવતી વખતે સાફસફાઈનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. વેજ અને નોનવેજ અલગ-અલગ પકવવામાં આવ્યું છે. ખાવાનુ તૈયાર કરવાથી લઇને પીરસવા સુધીની શું પ્રક્રિયા છે. પ્રવાસીઓની આ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા માટે ભારતીય રેલવે નવી પહેલ શરૂ કરી રહી છે. ખાવાનુ આખુ વેજીટેરિયન હોય અને તેને બનાવવાની પ્રક્રિયામાં સાફ-સફાઈના દરેક નિયમોનું પાલન કરવામાં આવે. જેના માટે આઈઆરસીટીસીએ સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે.
આ ટ્રેનો હશે સાત્વિક
રેલવે મંત્રાલય મુજબ, ધાર્મિક સ્થળોએ જતી દરેક ટ્રેનોને સાત્વિક કરવાની તૈયારી છે. કારણકે ધાર્મિક સ્થળ તરફ જતી બધી ટ્રેનોમાં મોટાભાગના લોકો શ્રદ્ધાળુઓ હોય છે, જે પૂર્ણ આસ્થા અને શ્રદ્ધાની સાથે દર્શન માટે જતા હોય છે. આ દરમ્યાન પ્રવાસીઓની આજુબાજુ બેઠેલુ કોઈ પણ વ્યક્તિ જો માંસાહારી ખાતુ હોય તો દર્શને જતા શ્રદ્ધાળુઓ અનકમ્ફર્ટેબલ મહેસુસ કરે છે. જેમકે વૈષ્ણો દેવી જતી વંદે ભારત હોય અથવા ભગવાન શ્રીરામ સંબંધિત સ્થળોના દર્શને જતી રામાયણ સ્પેશિયલ ટ્રેન હોય. તેમાં પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓ એવા હશે, જે સંપૂર્ણ સાત્વિક ખાવાનું પસંદ કરશે. તેથી તેની શરૂઆત વંદેભારત એક્સપ્રેસથી કરાઇ રહી છે. આ સિવાય રામાયણ સ્પેશિયલ ટ્રેન, વારાણસી, બોધગયા, અયોધ્યા, પુરી, તિરૂપતિ સહિત દેશના અન્ય ધાર્મિક સ્થળે જતી ટ્રેનોને સાત્વિક કરવાની તૈયારી.
આ હશે પ્રક્રિયા
સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર અભિષેક બિશ્વાસ જણાવે છે કે સાત્વિકનું સર્ટીફિકેટ આપતા પહેલાં ઘણી પ્રક્રિયા હશે. જેમાં ખાવાનું બનાવવાની વિધિ, કિચન, ખાવાનુ પીરસવાનુ, જમવાનુ પીરસવાના વાસણો, રાખવાની પદ્ધતિ નક્કી કરવામાં આવશે. દરેક પ્રક્રિયામાંથી બહાર આવ્યાં બાદ સર્ટીફિકેટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ટ્રેનોને સાત્વિક કરવા સિવાય બેસ કિચન, લાઉન્જ અને ફૂડ સ્ટોલને સાત્વિક કરવાની યોજના છે.