બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / traffic police cannot confiscate your vehicle keys legal rights

જાણવા જેવું / ટ્રાફિક પોલીસ આપની ગાડીની ચાવી કાઢી લે તો આપ કરી શકો છો ફરિયાદ, આ રહ્યા જરૂરી નિયમો

Pravin

Last Updated: 09:49 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતી વખતે આપે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. જો કે નિયમો તોડવા પર આપના પર દંડ પણ લાગી શકે છે. તેની સામે આપને અમુક અધિકારો પણ મળ્યા છે, જે આપના માટે જાણવા ખૂબ જરૂરી છે.

  • ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી
  • નિયમોનું પાલન નહીં કરતા લાગશે મોટો દંડ
  • પણ સામે આપને પણ મળ્યા છે અમુક અધિકારો

આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણી વાર ડ્રાઈવિંગ દરમિયાન આપણાથી ભૂલો થઈ જતી હોય છે. જેમ કે કાર ડ્રાઈવિંગ દરમિયાન સીટ બેલ્ટ લગાવાનું ભૂલી જવું. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ભૂલી જવું. ગાડીની લાઈટ અથવા હોર્ન બરાબર કામ ન કરતો હોય, તો પણ ડ્રાઈવિંગની ભૂલો જ ગણાય છે. જો કે, તેનો અર્થ એવો જરાંયે નથી કે, કોઈ પણ ટ્રાફિક પોલીસ આપનું ચલણ ફાડી દે. જો કોન્સ્ટેબલ આપની ગાડીની ચાવી કાઢી રહ્યા છે, તો તે નિયમ વિરુદ્ધ છે. કોન્સ્ટેબલને આપની ધરપકડ અથવા વ્હીકલ સીઝ કરવાનો પણ અધિકાર નથી. જો કે, કેટલાય લોકો આ વાત નથી જાણતા હોતા. તેઓ ભૂલ થતાં ટ્રાફિક પોલીસને જોઈને ડરી જતાં હોય છે. જ્યારે આવા સમયે આપને આપના અધિકાર અને નિયમ ખબર હોવા જોઈએ.

ટ્રાફિક કોન્સ્ટેબલને વાહનમાંથી ચાવી કાઢવાનો અધિકાર નથી


ઈંડિયન મોટર વ્હીકલ એક્ટ 1932 હેઠળ, માત્ર ASI સ્તરના અધિકારી જ ટ્રાફિક ઉલ્લંઘન માટે તમારું ચલણ કાપી શકે છે. ASI, SI, ઈન્સ્પેક્ટરને સ્પોટ ફાઈન કરવાનો અધિકાર હોય છે. ટ્રાફિક કોન્સ્ટેબલ ફક્ત તેમની મદદ માટે હોય છે. તેમને કોઈની કારની ચાવી કાઢવાનો અધિકાર નથી. એટલું જ નહીં, તેઓ તમારી કારના ટાયરની હવા પણ કાઢી શકતા નથી. તેઓ તમારી સાથે ખોટી રીતે વાત કે ખરાબ વર્તન પણ કરી શકતા નથી. જો કોઈ ટ્રાફિક પોલીસ તમને કોઈ કારણ વગર હેરાન કરે છે, તો તમે તેની સામે પણ કાર્યવાહી કરી શકો છો.

આપ આ વાતોનું પણ ધ્યાન રાખો

  • આપનું ચલણ કાપવા માટે ટ્રાફિક પોલીસ પાસે ચલણ બુક અથવા તો ઈ ચલણ મશીન હોવું જરૂરી છે. જો આ બંનેમાંથી કંઈક પણ તેમની પાસે નથી, તો આપનું ચલણ કાપી શકાય નહીં
  • ટ્રાફિક પોલીસને યુનિફોર્મમાં રહેવુ જરૂરી છે. યુનિફોર્મ પર બકલ નંબર અને તેમનું નામ હોવું જરૂરી છે. યુનિફોર્મ ન હોય તેવા સમયે તેમની પાસેથી ઓળખાણ પત્ર માગી શકાય છે.
  • ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ આપને ફક્ત 100 રૂપિયાનો જ ફાઈન કરી શકે છે. તેનાથી વધારેનો ટ્રાફિક ફાઈન આપને ઓફિસર એટલે કે, ASI અથવા SI કરી શકે છે. એટલે કે તેઓ આપને 100 રૂપિયાથી વધારેનો દંડ ફટકારી શકે છે. 
  • ટ્રાફિક કોન્સ્ટેબલ આપની ગાડીની ચાવી કાઢે છે, તો આપ આ ઘટનાનો વીડિયો બનાવી લો. આ વીડિયોને તે એરિયાના પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ સીનિયર અધિકારીને બતાવીને આપ ફરિયાદ કરી શકો છો.
  • ડ્રાઈવિંગ દરમિયાન આપની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની ઓરિજનલ કોપી આપની પાસે હોવી જોઈએ. તો વળી ગાડીનું રજિસ્ટ્રેશન અને ઈંશ્યોરન્સની ઝેરોક્ષ કોપી પણ આપની પાસે કામ ચલાવવા માટે હોવી જોઈએ.
  • આપની પાસે ઘટના સ્થળે પૈસા નથી, તો બાદમાં પણ ફાઈન ભરી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ ચલણ આપે છે. જેને કોર્ટમાં જઈને ભરવું પડે છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસ આપનું ડ્રાઈવિંગ લાયસન્સ તેમની પાસે રાખી શકે છે. 

કલમ 183,184, 185 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

આ કેસમાં માહિતી આપતા એડવોકેટ ગુલશન બગોરિયાએ જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ 1988માં પોલીસ કર્મચારીને વાહન ચેકિંગ દરમિયાન વાહનની ચાવી કાઢવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન, વાહન માલિકે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગવા પર તરત જ વાહન સંબંધિત દસ્તાવેજો બતાવવા જોઈએ. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 3, 4 હેઠળ, તમામ ડ્રાઇવરો પાસે તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. કલમ 183,184, 185 હેઠળ વાહનની ઝડપ મર્યાદા સાચી હોવી જોઈએ. આ કાયદા હેઠળ, દારૂના નશામાં ડ્રાઇવિંગ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ વગેરે જેવી કલમો હેઠળ એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીના દંડ અથવા બંનેની જોગવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ