બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 10:09 PM, 17 May 2019
શું કહે છે તજજ્ઞો?
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરથી ભારતને ફાયદો થશે. બંને દેશોમાં ભારતની નિકાસમાં વધારો થઈ શકે છે. ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાનના પ્રોફેસરે ભારતને ફાયદો થવાની વાત કરી હતી. અમેરિકા ચીનથી ખાસ કરીને મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મધ્યવર્તી ઉપકરોણોને નિશાન બનાવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચીન અમેરિકાના ઓટોમોટિવ અને સોયાબીન સહિતનાં કૃષિ ઉત્પાદનો પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકા દ્વારા ચીનની 50 અરબ ડોલરની હાઈટેક વસ્તુઓ પર 25 ટકા અને 200 અરબ ડોલરની અન્ય વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધી ગયું હતું. હાલમાં અમેરિકાએ ચીની મોબાઈલ કંપની હુઆવેઈને બ્લેકલિસ્ટ કરી દીધી છે.
ADVERTISEMENT
ભારત એવાં દેશોમાંથી છે કે, જે ચીની બજારમાં અમેરિકી ઉત્પાદનોની આયાતમાં ઘટાડો થતાં તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઉપરાંત ગ્લોબલ ટાઈમ્સના લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારતથી ચીનમાં કૃષિ અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસનું શોષણ થઈ રહ્યું નથી. ચીન અને અમેરિકામાં ટ્રેડ વોર વધ્યું તો ચીન પણ અમેરિકાની આયાત પર જવાબી ટેરિફ લગાવી શકે છે.
ADVERTISEMENT
ચીન અમેરિકા દ્વારા એકતરફી ટેરિફ લગાવતાં કોઈપણ સંભવિત નુકસાનથી બચવા માટે તૈયાર છે. જો ટ્રેડ વોરને કારણે કૃષિ ઉત્પાદનોની આપૂર્તિમાં ઘટાડો થશે તો, આ મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો માટે એક અવસર હશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ભારત માટે ભગવાને મોકલેલાં અવસર સમાન છે. ભારત માટે ચીનમાં કામ કરી રહેલી કંપનીઓનું રોકાણ મેળવવા માટે ખૂબ સારો મોકો સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.