બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tousands of liters of water are wasted in this village of Gujarat

VIDEO / એક તરફ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે તો ગુજરાતના આ ગામમાં વેડફાયું હજારો લીટર પાણી

Kiran

Last Updated: 05:11 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટનની સાંતલપુરની માનપુરા કેનાલમાં ગાબડું, કામગીરીમાં ભષ્ટ્રાચાર આચરાયો હોવાનાં આક્ષેપ ઉઠ્યા, 30 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા વેડફાયું પાણી

  • સાંતલપુરની માનપુરા કેનાલમાં ગાબડું
  • 30 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા વેડફાયું પાણી
  • કેનાલમાં હલકી ગુણવત્તાનું બાંધકામ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા પાક નિષ્ફળ જવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર પંથકના ખેડૂતો કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડવાનો કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો હોય તેવું સામે આવી રહ્યું છે. 



 

30 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા વેડફાયું પાણી

રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, પાટણના રાધનપુરમાંથી પસાર થતી કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાંતલપુરની માનપુરા કેનાલમાં ગાબડું પડતા પાણીનો વ્યય થઈ રહ્યો છે, ગાબડું પડતાં કેનાલના પાણી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતાં ઉપર પાટું ન માર વેઠવાનો વારો આવ્યો છે. સાંથળી ડિસ્ટ્રીક્ટમાં જાવંત્રી ગામ પાસે કેનાલમાં 8 ફૂટનું મસ્ત મોટું ગાબડું પડતા સ્થાનિકોમાં રોષ પણ  જોવા મળી રહ્યો છે. 



 

કેનાલમાં હલકી ગુણવત્તાનું બાંધકામ

મહત્વનું છે કે કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા કેનાલના બાંધકામને લઈ સવાલો કરવામાં આવી રહ્યા છે અને કેનાલમાં તંત્ર દ્વારા હલકી ગુણવત્તાના કરવામાં આવતા વારંવાર ગાબડાની ઘટનાઓ સામે આવે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અવાર નવાર કેનાલોમાં ગાબડાં પડતાં કેનાલોના કામમાં ભષ્ટ્રાચાર આચરાયો હોવાનાં આક્ષેપ ઉઠવા પામ્યા છે. તો નર્મદાના અધિકારીઓને કેનાલમાં પડેલ ગાબડાની જાણ કરવા છતાં કોઇ ના આવતા ખેડૂતો દ્વારા જાતે રીપેરીંગ હાથ ધરાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ