બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / total Omicron cases above 1200 and total cases above 16000 here are the details

Omicron નો આતંક / જેનો ડર હતો એ જ થયું, દેશમાં કોરોનાનો આતંક ફરી શરૂ, કેસ સંખ્યામાં ધરખમ વધારો, ઓમિક્રોનના કેસ 1200 ને પાર

Mayur

Last Updated: 10:32 AM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે કોરોનાનાં કુલ નવા કેસનો આંકડો 16000 ઉપર પહોંચ્યો હતો તો સામે ઓમીક્રોનના કેસ 1200 ઉપર પહોંચી ગયા છે.

ભારતમાં ઓમિક્રોનનો વધ્યો ખતરો 

ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. 
દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા  કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ઘણા કેસ ભારતમાં પણ નોંધાયા છે. હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને 1,270 થઈ ગયા છે. તો સામે  374 દર્દીઓ સાજા થયા છે. 

23 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન 
જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. 
કોરોનાના આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 450 થઈ ગઈ છે. તો દિલ્હી બીજા નંબર પર છે, જ્યાં ઓમિક્રોનના 320 કેસ મળી આવ્યા છે.ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. દેશમાં 16,764 નવા કોરોનાનાં કેસ આવ્યા હતા અને 220 દર્દીઓના મોત થયા હતા. 

કયા રાજ્યમાં કેટલા કેસ 
કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69 અને તેલંગાણામાં 62 દર્દીઓ મળી આવ્યા છે. તમિલનાડુમાં ઓમિક્રોનના 46 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 29 સાજા થઈ ગયા છે. ઉપરાંત, કર્ણાટકમાં ઓમિક્રોનના 34 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 18 સાજા થઈ ગયા છે. આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનના 16 દર્દીઓ મળી આવ્યા છે. હરિયાણા અને ઓડિશામાં ઓમિક્રોનના 14-14 કેસ નોંધાયા છે.

પશ્ચિમ બંગાળ સરકારે લીધા પગલાં 
ઘણા રાજ્યોએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સાવચેતીના પગલાં લેવાનું અને સતર્ક રાખવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તે 3 જાન્યુઆરીથી યુકે અને 'સૌથી વધુ જોખમ ધરાવતા' દેશોની તમામ સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરી રહી છે. 

મહારાષ્ટ્રમાં પગલાં 
મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને ગુરુવારે લગ્ન, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો અને અંતિમ સંસ્કારમાં હાજરી પર નવેસરથી પ્રતિબંધની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે લગ્ન અથવા અન્ય સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 50 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ