top 6 thing to keep at home for vastu happiness wealth and prosperity
ધર્મ /
ઘરમાં રાખો આ 6 વસ્તુઓ, ધનનો થશે વરસાદ અને મળશે સુખ-સમૃદ્ધિ
Team VTV06:18 PM, 11 Jun 19
| Updated: 06:20 PM, 11 Jun 19
હિન્દુ ધર્મમાં કેટલીક માન્યતાઓ એવી છે કે જેને સદીઓથી લોકો માનતા આવ્યા છે. લોકોને પૂર્ણ વિશ્વાસ છે કે એવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો થાય છે. આજે પણ લોકો તેનું પાલન કરે છે તથા એમના ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ જરૂર રાખે છે.
જો આપના ઘરને પણ પવિત્ર રાખવા ઇચ્છો છો અને સુખ-સમૃદ્ધિનો સ્થાયી નિવાસ ઇચ્છો છો તો આ વસ્તુઓ જરૂર ઘરમાં રાખવી જોઇએ.
ગણેશજીની મૂર્તિ
ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં જરૂર રાખવી જોઇએ. ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. તથા કોઇપણ સંકટ આવ્યું હોય તો ગણેશજીની આરાધના કરવાથી દૂર થાય છે.
ગંગા જળ
હિન્દુ ધર્મમાં માનતા લોકોાં ઘરમાં પૂજા બાદ ગંગા જળનું છંટકાવ જરૂર કરતા હોય છે. તેથી ઘરની શુદ્ધિ થઇ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
શંખ
પૂજા ઘરમાં શંખ રાખવો અને રોજ વગાડવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. કેમકે શંખ ભગવાન વિષ્ણુનું પ્રિય છે.
ગાયનું ઘી
હિન્દુ ધર્મમાં ગાયને ખુબ જ પૂજનીય માનવામાં આવે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્યથી લઇને સૌંદર્ય ઉત્પાદન તરીકે પણ કરવામાં આવે છે. ગાયના ઘીનો દીપક અને હવન કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની જાય છે.
મધ
ઘીની જેમ મધ પણ પવિત્ર માનવામાં આવે છે. મધમાં વાસ્તુ દોષ દૂર કરવાની ક્ષમતા હોય છે. મધનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. કેમકે એવું કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.
આંબાના પાન
આપના ઘરની પાસે આંબો જરૂર વાવો. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન આંબાના પાનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન, હવન, ઘરમાં પૂજા કરવા માટે આંબાના પાનનું વિશેષ મહત્વ રહેલું છે.