બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / toll tax increase in india 65 rs extra pay on the time of trevelling in highway

ક્યાંક તો બાકી રાખો! / બાકી હતું તો હવે હાઈ-વે પર ટોલ ટેક્સમાં પણ 10થી 50%નો વધારો, 1લી એપ્રિલથી લાગુ

Dhruv

Last Updated: 04:15 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1લી એપ્રિલથી દેશમાં અનેક નિયમોમાં ફેરફાર કરાયા છે. ત્યારે આજથી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં પણ 10થી 50%નો વધારો કરાયો છે.

  • પેટ્રોલ-ડીઝલ બાદ ટોલટેક્સમાં 65 રૂપિયા સુધીનો વધારો
  • ટોલ ટેક્સમાં 10થી 50 ટકા સુધીનો વધારો
  • 2021-22માં ટોલ ટેક્સની રકમ 5 રૂપિયાથી વધારીને 25 કરાઇ હતી

હવેથી નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓએ પણ પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે. એક તરફ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોથી તો જનતાએ ત્રાહિમામ પોકારી દીધો છે. એવામાં હવે ટોલ ટેક્સના ભાવમાં પણ જંગી વધારો થયો છે.

ચાર્જમાં 10 રૂપિયાથી વધારીને 65 રૂપિયા કરી દેવાયો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અનુસાર, હવે NH પર મુસાફરી કરનારાઓ પાસેથી પહેલેથી વસૂલવામાં આવતી ટોલ ટેક્સની રકમમાં લઘુત્તમ 10 રૂપિયાથી લઇને 65 રૂપિયા સુધી કરી દેવાઇ છે. એ માટે NHAI દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન જારી કરાયા બાદ આ વધારો 31 માર્ચની મધરાતે 12 વાગ્યા બાદ જ લાગુ થઈ ગયો છે.

અગાઉ પણ વધારાયો હતો ટોલ ટેક્સ

જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2021-22માં ટોલ ટેક્સની રકમ 5 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવામાં આવી હતી. આ વખતે વર્ષ 2022-23 માટે આ રકમ હવે 10થી 65 રૂપિયાની વચ્ચે વધારી દેવામાં આવી છે.

આ વાહનોએ નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ

આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, શબવાહિની, વીઆઈપી સાઈનવાળા વાહનોને ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. આ ઉપરાંત વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચુકવણીમાંથી રાહત મળશે.

હવેથી ટોલ ટેક્સની રકમ આ રીતે ચૂકવવી પડશે

NH પર વાહનોની મુસાફરી માટે જારી કરવામાં આવતી ટોલ ટેક્સની રકમ કંઈક આ રીતે થઇ ગઇ છે. હવેથી કાર/જીપ/વાનને વન-વે મુસાફરી માટે રૂ. 125 ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બંને માર્ગે એટલે કે રિટર્ન માટે 185 રૂપિયાની રકમ જ્યારે માસિક રૂપિયા 4135ની રકમ ચૂકવવી પડશે. બીજી તરફ, મિનિ બસ માટે વન-વે મુસાફરી માટે 190 રૂપિયા રિફન્ડ માટે 285 રૂ. અને વન-વે મુસાફરી માટે રૂ. 6310 માસિક ચૂકવવા પડશે.

બીજી તરફ બસ/ટ્રકથી એક્સલ વાહનની વન-વે મુસાફરી માટે 380 રૂપિયા રિફન્ડ માટે 570 રૂ. અને માસિક 12,650 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, 3-6 એક્સલ કોમર્શિયલ વાહનોએ એક વખતનો રૂ. 575નો ટોલ અને સાથે રૂ. 860 રીટર્નનો ટોલ અને રૂ. 19,125નો માસિક ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે મોટા કદના કોમર્શિયલ વાહનોએ એક તરફી 755 રૂપિયા રિફંડ સાથે 1130 રૂપિયા અથવા માસિક 25,105 રૂપિયાની રકમ ચૂકવવી પડશે.

જાણો કયા રૂટ પર હવેથી કેટલો ચાર્જ?

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે

(31 માર્ચ 2021 નાં રોજ પીએમ નરેન્દ્ર મોદીએ આ હાઇવેનો શુભારંભ કર્યો હતો. ટોલ વસૂલાત 1 એપ્રિલ 2022થી શરૂ થશે)

કાર ચાલકોએ મેરઠથી ડાસના (ગાઝિયાબાદ) સુધી 70 રૂપિયા, ઇન્દિરાપુરમ કટ સુધી 105 રૂપિયા અને સરાય કાલે ખાં દિલ્હી સુધી 155 રૂપિયા ચૂકવવા પડશે.
દિલ્હીનાં સરાય કાલે ખાંથી ડાસના ગાઝિયાબાદ વચ્ચે કોઈ ટોલ વસૂલવામાં નહીં આવે. સરાઈ કાલે ખાંથી રસુલપુર સિકરોડ (ઈસ્ટર્ન પેરિફેરલ ચેન્જ ઓવર) સુધી 100 રૂપિયા, ભોજપુર સુધી 130 રૂપિયા અને મેરઠ સુધી 155 રૂપિયા આપવાના રહેશે.

હરિદ્રાર-કાશીપુર નેશનલ હાઇવે

બિજનૌરના નગીનાથી કાશીપુર (ઉત્તરાખંડ) સુધી કારચાલકોએ 75ના બદલે 80 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. હલકા માલવાહક વાહનોએ નગીનાથી કાશીપુર સુધી 130 રૂપિયા, બસ-ટ્રકવાળાઓએ 270 રૂપિયા ચૂકવવાના રહેશે.

કાનપુર હાઇવે (ટોલ પ્લાઝા નવાબગંજ)

કારચાલકોએ એક તરફના 90 રૂપિયા, નાના કોમર્શિયલ વાહનોએ 140 રૂપિયા, બસ-ટ્રકને 295 રૂપિયા, ત્રણ એક્સલવાળા વાહનોએ 325 રૂપિયા, ચારથી 6 એક્સલવાળાં વાહનોએ 465 રૂપિયા અને સાત અથવા તો તેનાથી વધારે વાહનોએ 565 રૂપિયા ચૂકવવાના રહેશે.

અયોધ્યા હાઇવે (અહમદપુર ટોલ પ્લાઝા)

સામાન્ય કારોએ 110 રૂપિયા, નાના કોમર્શિયલ વાહનોએ 175 રૂપિયા માત્ર એક તરફથી દેવાના રહેશે. એ જ રીતે બસ-ટ્રક (2 એક્સલ) ને 365 રૂપિયા, ત્રણ એક્સલવાળાં વાહનોને 400 રૂપિયા અને સાત એક્સલવાળા વાહનોએ 695 રૂપિયા આપવાના રહેશે.

સહારનપુર-અંબાલા હાઇવે

કારવાળાઓએ 220ની જગ્યાએ 295 રૂપિયા આપવાના રહેશે. માલવાહક વાહનો પાસેથી 740ની જગ્યાએ 814 રૂપિયા લેવામાં આવશે. મોટા વાહનો કે જ્યાં 1160 રૂપિયા ટોલ ટેક્સ આપી રહ્યાં હતાં, વધારા બાદ હવેથી તેઓએ 1276 રૂપિયા આપવાના રહેશે. સહારનપુર જિલ્લામાં દેવબંદ ટોલ પ્લાઝા અને દહેરાદૂન હાઇવે સ્થિત ટોલ પ્લાઝાના ભાવમાં પણ વધારો થયો છે.

જાણો હવે કેટલો ભરવો પડશે ટોલ?

NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર એનએન ગિરીના જણાવ્યાં અનુસાર, નવા નાણાકીય વર્ષ 2022-23 માટે સૂચના જારી કરવામાં આવી છે. દિલ્હીને વિવિધ હાઈવે સાથે જોડતા ટોલ પર કાર અને જીપ માટેના ટોલ ટેક્સમાં વનવે તરફથી 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બસ-ટ્રક જેવાં કોમર્શિયલ વાહનોના ટોલમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. આ વાહનોને હવે વન-વે ટોલ ટેક્સ માટે 65 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

આજથી દરેક રૂટ પર ભાવ બદલાયા

દિલ્હીના સરાય કાલે ખાંથી રસુલપુર સિકરોડ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ હવે 100 રૂપિયા હશે જ્યારે ભોજપુર માટે 130 રૂપિયા રહેશે. એ જ રીતે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટોલ ચાર્જમાં પણ 10 ટકાનો વધારો થશે. NHAI હવે ઈન્દિરાપુરમથી કાશી ટોલ પ્લાઝા સુધી 105 રૂ., ભોજપુર સુધી 80 રૂ. અને રસુલપુર સિકરોડ સુધી 55 રૂ. વસૂલશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ