બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Tokyo Paralympics : Krishna Nagar beats Kai Man Chu to win Gold

BIG BREAKING / Tokyo Paralympics : બેડમિન્ટનમાં કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, ભારતનાં કુલ 19 મેડલ

Parth

Last Updated: 10:23 AM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tokyo Paralympics : બેડમિન્ટનમાં વધુ એક મેડલ, મેન્સ સિંગલ્સ SH6માં ક્રિશ્ના નાગરે જીત્યો ગોલ્ડ મેડલ

  • બેડમિન્ટનમાં વધુ એક મેડલ
  • મેન્સ સિંગલ્સ SH6માં ક્રિશ્ના નાગરે જીત્યો ગોલ્ડ મેડલ 
  • મેન્સ સિંગલ્સ SL4 કેટેગરીમાં સવારે જ સુહાસે જીત્યો સિલ્વર મેડલ 

ભારતનાં ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ 
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનાં દિવ્યાંગ ખેલાડીઓ શાનદારપ અને ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. એના તેમાં પણ બેડમિન્ટનમાં તો જુદી જુદી કેટેગરીમાં બ્રોન્ઝથી લઈને ગોલ્ડ મેડલ આવી રહ્યા છે. ગઇકાલે જ પ્રમોદ ભગત અને મનોજ સરકારે દેશ માટે બેડમિન્ટનમાં મેડલ જીત્યા હતા ત્યાં આજે કૃષ્ણા નાગર દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે. SL6 કેટેગરીમાં કૃષ્ણાએ હૉંગકોંગનાં છુ માન કૈને હરાવ્યો હતો. 

PM મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા : 

પરિજનોની ખુશીનો પાર નથી 

બેડમિન્ટનમાં છવાયું ભારત 
બેડમિન્ટમાં ભારતનો આ ચોથો મેડલ છે અને ભારત માટે પાંચમો ગોલ્ડ મેડલ છે. કૃષ્ણા પહેલા પ્રમોદ ભગત ગોલ્ડ, સુહાસ સિલ્વર જ્યારે મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનાં કુલ મેડલની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ મેડલ આઠ સિલ્વર મેડલ જ્યારે છ બ્રોન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. આ સિવાય નિશાનેબાજીમાં પાંચ મેડલ ભારતનાં દિવ્યાંગ ખેલાડીઓ જીતીને આવ્યા છે. 

દેશનાં પહેલા એવા DM જે મેડલ જીતીને આવ્યા
ગૌતમબુદ્ધ નગરનાં DM અને ભારતીય પેરા શટલર સુહાસ એલ યથીરાજે ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સ SL4માં ફાઇનલમાં હાર બાદ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુરે સુહાસને 15-21, 21-17 અને 21-15થી હરાવ્યા છે. નોંધનીય છે કે સુહાસ દેશનાં પહેલા એવા DM  છે જે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશ માટે મેડલ લઈને આવ્યા છે. ગઇકાલે બેડમિન્ટનમાં જ ભારતનાં ખાતામાં ગોલ્ડ મેડલ આવો હતો. SL3 કેટેગરીમાં પ્રમોદ ભગતે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે સુહાસ વિશ્વના ત્રીજા નંબરના પેરા બેડમિન્ટન ખેલાડી છે. તેણે સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના સેથીવાન ફ્રેડીને 21-9, 21-15થી હરાવ્યો હતો. સેમિફાઇનલમાં સુહાસે પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી. બીજી ગેમમાં વિરોધી ખેલાડી તરફથી થોડો પડકાર મળ્યો પરંતુ તેણે આ ગેમમાં પણ પોતાનું નામ બનાવ્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો.

PM મોદીએ ઘુમાવ્યો ફોન : 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ